________________
વ્યાખ્યાન સાડત્રીશમુ
ધર્મનું આરાધન
[ ↑ ]
મહાનુભાવે !
કર્મ શબ્દ પણ અઢી અક્ષરના અને ધમ શબ્દ પણ અઢી અક્ષરનો, છતાં બંનેમાં કેટલા ફેર છે ? કેટલા તફાવત છે? એક આત્માને નીચેા પાડે છે, ખૂબ સતાવે છે અને ભયંકર ભવાટવીમાં ભૂરિ ભૂરિ ભ્રમણ કરાવી વિવિધ પ્રકારનાં દુઃખાના અનુભવ કરાવે છે, ત્યારે બીજો આત્માને ઊંચા ચડાવે છે, ઘણા આનંદ આપે છે અને અક્ષય-અનંત—અપાર સુખથી ભરેલાં સિદ્ધિસદનની સહેલ કરાવે છે!
કમ અને ધમ શબ્દમાં પાછલા દોઢ અક્ષરે તે બિલકુલ સમાન છે; ફેર માત્ર આગલા અક્ષરના છે. પણ એ ક્રૂર વસ્તુનાં સમસ્ત સ્વરૂપને બદલી નાખે છે. ભક્ષણ અને રક્ષણ તથા મરણ અને શરણમાં એક આગલા અક્ષરના જ ફેર હાવાથી તેમનાં સ્વરૂપમાં કેટલે ફેર પડી જાય છે? એક માણસનું ભક્ષણ થાય, એટલે તેના નાશ થાય અને એક માણસનું રક્ષણ થાય, એટલે તેનેા ખચાવ થાય. એક માણુસને મરણ પ્રાપ્ત થાય, એટલે તેનાં વતમાન જીવનના અંત આવે અને શરણ પ્રાપ્ત થાય, એટલે તેનું વર્તમાન જીવન સુરક્ષિત રહે. બે મનુષ્યની પીઠ સરખી હાય, પણ મુખા
ધર્મનું આરાધન ]
૧૮૧
કૃતિમાં ક્રૂર હોય, તે તેમનાં વ્યક્તિત્વમાં ફેર પડે છે. ક અને ધર્મનું પણ આ પ્રમાણે જ સમજવું.
કર્મીને ધમ ગમે નહિ અને ધને કમ ગમે નહિ, કારણ કે બંનેની દિશાએ જુદી, બંનેના મા જુદા અને અનેનાં કર્તવ્ય પણ જુદાં. સ્વભાવે વિરુદ્ધ હાય એવી વસ્તુ કાને ગમે છે? ખારેક સ્વાદમાં ઘણી સુંદર હાય છે, પણ તેને ઘેાડા આગળ મૂકે તે? અથવા સાકર સ્વાદમાં ઘણી મીઠી હાય છે, પણ તેને ગધેડા આગળ ધરા તે એ તેની સામું પણ નહિ જૂએ, કારણ કે સ્વભાવની વિરુદ્ધતા છે. ખાટકીને દયાની વાત કરી કે વેશ્યાને શીલ પાળવાને ઉપદેશ આપે તે એને કયાં ગમે છે? -
કમ સ્વભાવે કૌરવ જેવા છે, એટલે તે કુટિલનીતિ અજમાવ્યા કરે. તે આત્માને જપીને બેસવા દે નહિ. વળી આત્મા ધ કરવા તૈયાર થાય, ત્યાં આડા પડે. અને ધ કરવા દે નહિ, તમે વ્યાખ્યાન સાંભળવા આવે! છે ને ઝોકા ખાવા મડી પડો છે, એ કની કરામત છે; અથવા કોઈ ગરીબને મદદ કરવાના વિચાર કરે છે અને અટકી પડેા , એ પણ કની કરામત છે. તમે ઘણા વખતે તીથચાત્રાએ જવાને વિચાર કર્યો હોય, ત્યાં ખૈરી કે છેકરાં માંદાં પડે, વ્યાપારમાં મેટી ઉપાધિ આવે કે સગાંવહાલાંનાં ખાસ કામે રોકાઈ જવુ પડે, એમાં પણ કર્મીની કુટિલતા જ કારણભૂત છે.
કની સત્તા અતિ બળવાન છે, એ વાત તમે