________________
૨૯૬
. [ આત્મતત્વવિચારું દૃઢપ્રહારીએ કહ્યું: “પ્રભો ! હું મહા અધમ, પક્ષી, હત્યારે છું. આજે નજીવા કારણસર મેં બ્રાહ્મણ, ગાય,
સ્ત્રી અને બાળક એ ચારની હત્યા કરી છે. હવે મારું શું થશે? હે કૃપાળુ ! મને બચાવો, મારું રક્ષણ કરો.' '
' મુનિવરે કહ્યું: ‘મહાનુભાવ! ભૂલ થતાં થઈ ગઈ, પણ હવે પછી એવી ભૂલો ન કરવાની તૈયારી હોય તે માર્ગ નીકળી શકે એમ છે. શ્રી જિનેશ્વર ભગવંતોએ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતવાળું ઉત્તમ શીલ બતાવ્યું છે, તેને તું ધારણ કરે અને બધાં પાપથી મુક્ત થઈ પવિત્ર બની શકીશ.”
- મુનિવરનાં આ વચનથી દઢપ્રહારીનાં મનનું સમાધાન થયું અને તેણે પાંચ મહાવ્રતોથી શોભતું ઉત્તમ શીલ ધારણ કર્યું. વળી એ જ વખતે એ અભિગ્રહ ધારણ કર્યો કે “જ્યાં સુધી મને આ ચાર હત્યાઓ યાદ આવે, ત્યાં સુધી મારે અ કે પાણી લેવાં નહિ!” મહાનુભાવો! નિગ્રંથ મુનિઓ તપશ્ચર્યાનિમિત્તે અનેક પ્રકારના અભિગ્રહ: ધારણ કરે છે, તેમાં આ અભિગ્રહ ઘણા ઉગ્ર કહેવાય. એક વસ્તુની મનમાંથી સ્મૃતિ ભૂંસી નાખવા માટે કેટલું તપ અને કેટલું ઉચ્ચ કેટિનું ધ્યાન જોઈએ, તેનો ખ્યાલ કરે. પરંતુ ભાવનાવશ બનેલા સંત દઢપ્રહારીએ આ ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો અને તેઓ કુશસ્થલ નગરના દરવાજે - આવી ધ્યાનમાં મગ્ન થયા.
આ નગરને તેમણે તથા તેમના સાથીઓએ સારી
ધમની ઓળખાણ શી? ]. રીતે લૂંટ્યું હતું, એટલે લોકો તેમને જોઈને મનગમતા શબ્દ બલવા લાગ્યા. કેઈએ કહ્યું : “આ ઢોંગી છે.” કેઈએ કહ્યું: ‘આ ધૂતારે છે. કોઈએ કહ્યું: “આ તો મુખમાં રામ ને બગલમાં છૂરીને ખેલ છે. તે કોઈએ કહ્યું: “ઈટના દેવને ખાસડાંની જ પૂજા શોભે. માટે જોઈ શું રહ્યા છે ? ” એટલે તેમના પર ઇંટ, પત્થર, ધૂળ વગેરેને વરસાદ વરસ્ય. પણ તેઓ પોતાના દૃઢ સંકલ્પમાંથી જરા પણ ડગ્યા નહિ. જ્યારે ઇંટ–પત્થર વગેરેને ઢગલે વધીને નાક સુધી પહોંચ્યો, ત્યારે તેઓ એ ઢગલામાંથી બહાર -- નીકળ્યા અને નગરના બીજા દરવાજે ધ્યાનસ્થ થયા. ત્યાં પણ લોકોએ તેમની હાલત આવી જ કરી. લેકસમૂહ એટલે ગાડરિયા પ્રવાહ. જે એકે કર્યું, તે બીજે કરે અને બીજાએ કર્યું, તે ત્રીજે કરે. એમાં લાંબો વિચાર હોય નહિ. ત્યાં પણ ઈંટ, પત્થર વગેરેને ઢગલે નાક સુધી આવ્યું, એટલે તેમાંથી બહાર નીકળીને ત્રીજા દરવાજે ગયા. આમ છ માસ સુધી તેઓ કુશરથલ નગરના જુદા જુદા દરવાજે ઘોર તપશ્ચર્યા કરતા ઊભા રહ્યા. ત્યારે એમના આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ અને તેમને અદ્વિતીય એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. - હવે લેકે સમજ્યા કે દૃઢપ્રહારી ઢોંગી કે ધુતારા નથી અને આપણી બનાવટ કરતા નથી, પણ એક સાચા સંત, સાચા મહાત્મા બન્યા છે, એટલે તેમનાં ચરણે પડવા લાગ્યા અને તેમની પાદરેણુ વડે પિતાનાં મસ્તકને પવિત્ર કરવા લાગ્યા.
A ચરણ પડવા