________________
[ આત્મતત્વવિચાર
પુત્રે ટળવળતા રહે અને એક અધમ આદમી તેને એડિયા કરી જાય, એ વિચાર તેને અસહ્ય થઈ પડ્યો. તેણે એ ચારને સામનો કરવા ભગળ ઉપાડી અને ત્યાં ધમાચકડી મચી. એવામાં દઢપ્રહારી ત્યાં આવી પહોંચ્યો, તેણે પિતાના માણસ પર હુમલે થે જોઈને તરવાર ઝીંકી અને એક જ ઘાએ બ્રાહ્મણનું ડોકું ધડથી જુદું કરી નાખ્યું.
પતિની એકાએક કરપીણ હત્યા થયેલી જોઈને બ્રાહ્મણ કંપી ઉઠી અને છોકરાઓ થરથર ધ્રુજવા લાગ્યા. હવે એ બ્રાહ્મણે એક ગાય પાળેલી હતી અને તે એના પ્રત્યે ખૂબ જ મમતા રાખતા હતા. આ ગાય એ વખતે તેનાં આંગણામાં જ બાંધેલી હતી, તે બ્રાહ્મણને શિરચ્છેદ થયેલ જોઈને ઉફરાટે આવી અને બંધન તોડીને દઢપ્રહારીની સામે થઈ. જનાવરોમાં પણ માલીક પ્રત્યે કેવી વફાદારી હોય છે, તે જુએ. પરંતુ સામે યમ જે દઢપ્રહાર ઊભેલે હતો. તેણે ગાયને પોતાના તરફ ધસી આવતી જોઈને તરવાર
ચલાવી અને તેનું ડોકું પણ ધડથી જુદું કરી નાખ્યું. - પ્યારા પતિ અને વહાલી ગાય એ બંનેની હત્યા થતાં બ્રાહ્મણીના મિજાજ ખૂબ ઉશ્કેરાયે અને તે ગાળો દેતી દૃઢપ્રહારીને મારવા દેડી. ઉશ્કેરણીની પળે એવી હોય છે કે તેમાં આગળ-પાછળ કઈ વિચાર થઈ શકતે નથી. એક નિર્દોષ હરિણી વિકરાળ વાઘનો સામનો કરે તો તેનું પરિણામ શું આવે, એ આપણે સમજી શકીએ છીએ. દઢપ્રહારીએ તેના પેટમાં તરવાર હલાવી દીધી અને તે જમીન પર તૂટી પડી. એ બ્રાહ્મણી એ વખતે ગર્ભવતી હતી,
ધમની ઓળખાણ શી? ]
૭૫ એટલે તેના ગર્ભની પણ હત્યા થઈ અને તેને લે બહાર નીકળી આવ્યું.
- આ દૃશ્ય જોઈને દઢપ્રહારીનું હૈયું હચમચી ગયું. તેને વિચાર આવ્યો કે “આ મેં શું કર્યું? એક સાથે ચાર હત્યા? અને તે પણ બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને બાળકની? ખરેખર ! મેં ઘણું બેટુ કર્યું ! મારા જે પાપી, અધમ, દુષ્ટ, હત્યારે આ જગતમાં બીજો કોણ હશે? મારી દુષ્ટતાએ તે હદ કરી!’ - તે આવા આવા વિચાર કરતે પિતાના સાથીઓ સાથે કુશસ્થલ છોડી ગયો, પણ પેલું કરુણાજનક દસ્થ તેની નજર આગળથી દૂર થયું નહિ. તે પિતાનાં દુષ્ટ કૃત્યની વારંવાર નિંદા કરવા લાગ્યો. એમ કરતાં તેનું હદય પીગળી ગયું અને આંખમાંથી પશ્ચાત્તાપનાં આંસુ ટપકવા લાગ્યાં.
પશ્ચાત્તાપમાં પણ ગજબની શક્તિ હોય છે. તે ગમે તેવાં કઠોર હૃદયેને પીગળાવી નાખે છે અને પુષ્પ જેવા મુલાયમ બનાવી દે છે. અહીં અમને કવિ કલાપિની પિલી બે પ્રસિદ્ધ પંક્તિઓ યાદ આવે છે?
હા ! પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે! પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે!
આગળ જતાં અરણ્ય આવ્યું, તેમાં એક તપસ્વી ધ્યાની મુનિ તેના જેવામાં આવ્યા, એટલે તે એમની નજીક ગયે અને ચરણ પકડી મુશકે ને ધ્રુસકે રેવા લાગે. મુનિવરે કહ્યું: “મહાનુભાવ! શાંત થા ! આટલે શેક-સંતાપ શા માટે કરે છે?' . .