SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ૧૭ [ આત્મતત્વવિચાર નાખશે.' પણ દુધરે તેમનું કહેવું માન્યું નહિ. ભાગ્ય જ્યારે નબળાં હોય, ત્યારે ગમે તેવા હિતસ્વીનાં વચને પણ અસર કરતાં નથી. : જુગાર રમતાં વારંવાર નાણુની જરૂર પડવા લાગી. એટલે તે ચેરીએ. કરવા લાગે અને શેઠ શાહુકારનાં ઘરમાં ખાતર પાડીને તથા વેપારી પેઢીઓનાં તાળાં તેડીને તેમાંથી માલ તફડાવવા લાગ્યા. પરંતુ આવું કયાં સુધી ચાલે ? લેકેની ફરિયાદ પરથી કોટવાળે તેને પકડ્યો અને રાજા સમક્ષ રજૂ કર્યો. રાજાને ખાતરી થઈ કે દુર્ધર ચેરીઓ કરે છે, એટલે તેને હદપારીને હુકમ ફરમાવ્યું. કઈ પણ મનુષ્યને હદપાર કરવાને એ વખતને રિવાજ એ હતો કે તેનું માથું મુંડાવી નાખતા, તેના પર , ચૂને ચેપડતા, મેઢે મેશ લગાડતા, ગળામાં ખાસડાને હાર પહેરાવતા, તેને ગધેડા પર અવળે મોઢે બેસાડતા અને ખરૂં હાંડલું વગાડતાં તેને નગર બહાર લઈ જતા. ત્યાંથી તેણે રાજ્યની હંદ છોડીને ચાલ્યા જવું પડતું. આ | દુર્ધરની પણ આવી જ વલે થઈ. તે અહીંતહીં રખડતે એક અટવીમાં પહોંચ્યા. ત્યાં ચેરેએ પકડીને તેને પોતાના રાજા સમક્ષ રજૂ કર્યો. રાજા માણસને પારખુ હતું. તેણે દુર્ધરનાં લક્ષણ પરથી પારખી લીધું કે આ માણસ આપણાં કામને છે. એટલે તેણે દુર્ધરને પૂછ્યું કે તારે શું વિચાર છે?” દુધરે કહ્યું: “જે તમારે વિચાર છે; એ જ મારે વિચાર છે. અર્થાત્ તમે મને તમારી પાસે રાખવા ઈચ્છો છે, તે હું તમારી પાસે રહેવા તૈયાર છું... : ) ધમની ઓળખાણ શી?]. એ દિવસથી દુર્ધર ચરાની સાથે રહેવા લાગે અને તેમણે બતાવેલાં તમામ કાર્યો કરવા લાગ્યા. આથી રાજા પ્રસન્ન થયા અને તેને પોતાના પુત્ર તરીકે સ્થાપી ચિરોનો રાજા બનાવ્યો.. | દુર્ધર ઘણે સાહસિક હતા, એટલે મેટી ભેંટી ચોરીઓ કરતો અને ધાડે પણ પાડત. તેમાં કોઈ પણ માણસ સામાં થતો કે દુર્ધરની તરવાર તેની ડોક પર ફરી વળતી અને તેને ધડથી છૂટું કરતી. દુર્ધર પ્રહાર કદી પણ ખાલી જતો નહિ, એટલે તે દઢપ્રહારી તરીકે ઓળખાવા લાગે. એક વખત તેણે કુશરથલ નગર પર ધાડ પાડી. આ નગર સૈનિકેથી રક્ષાયેલું રહેતું, એટલે તેને લૂટવાનું કામ સહેલું ન હતું. પણ દઢપ્રહારીએ પિતાની સાથે ઘણા ચારેને લીધા હતા અને તે જાન પર આવીને લડનારા, હતા. આ ચારેએ સૈનિકને જોતજોતામાં હટાવી દીધા અને નગરમાં બેફામ લૂંટ ચલાવી.. - તે વખતે એક ચાર બ્રાહ્મણના ઘરમાં પેઠે. આ . બ્રાહાણ ખૂબ ગરીબ હતો અને ભિક્ષાચરી પર જ નભતે. હતે. તેનાં ઘરમાં ખાસ લૂંટવા જેવું કંઈ જ ન હતું. પણ છોકરાઓએ હઠ કરવાથી તે દિવસે બ્રાહ્મણે માગી-ભીખીને ક્ષીરની સામગ્રી ભેગી કરી હતી અને બ્રાહ્મણીએ ક્ષીરનું ભેજને તૈયાર કરી છોકરાઓને પીરસ્યું હતું. અન્ય વસ્તુ-1, એના અભાવે આ ભેજને પણ ઠીક છે, એમ માનીને. પેલા ચારે તે ક્ષીરનું વાસણું ઉપાડ્યું. - આ જોઈને બ્રાહ્મણને ખૂબ લોંગી આવ્યું. પિતાના આ. ૨-૧૮
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy