________________
. [ આમતત્ત્વવિચારે કેટલાક કહે છે કે “ધર્મને ધંધે ઉધારે છે, રેકડિ નથી. અર્થાત્ તેનાથી જે લાભ થાય છે, તે આગળ ઉપર કે લાંબા ગાળે થાય છે, પણ તરત તે કંઈ લાભ થતો નથી. તેથી અમારી ધર્મ કરવાની ધીરજ રહેતી નથી.” આ મહાનુભાવોને અમે કહેવા ઈચ્છીએ છીએ કે આ તે આંધળે બહેરું કૂટાય છે. ધર્મના વ્યાપાર જે તે કઈ રેડિયે વ્યાપાર નથી. જ્યાં ધર્મ કરે કે તરત પુણ્યાનુબંધી પુણ્યને બંધ પડે. આમાં ઉધાર કયાં રહ્યો ? ધર્મ આજે કરે ને પુણ્યને બંધ છ–બર મહિને પડે એવું બનતું નથી. તે પછી એ ઉધાર કેમ? એ પુણ્યબંધનું ફેળ તમે અમુક વખતે ભગવે છે, પણ તેથી એ ઉધાર ધંધે ન કહેવાય. આજે વ્યાપાર કર્યો, કેટલેક નફો થયો અને તેની રકમ બેંકમાં મૂકી દીધી. હવે તે રકમ તમે છ– કે બાર મહિને ઉપાડે, એથી શું એ ધંધો ઉધાર થયે કહેવાય ? ધર્મની બાબતમાં પણ આમ જ સમજવાનું છે.
ધર્મ કરનાર પાપ કરતાં અટકે છે, તેને આત્મા. ઉન્નત થાય છે, તેને એક જાતને અપૂર્વ સંતોષ થાય છે -અને તેને કમને બંધ ઢીલા પડે છે. શું આ બધા તાત્કાલિક લાભ નથી? તે પછી ધર્મને તમે રેકડિયે જ કેમ ન માનો? " અહીં એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે કદી ધર્મનું ફળ સમયાંતરે મળતું હોય તે પણ એનું આરાધન ધીરજથી કેમ ન કરવું? તમે વ્યાપાર અર્થે કોઈ માલની
ર ખરીદી કરે છે, તે જ વખતે તમને નફે મળી જાય છે? એ માલને સંઘર-સાચવવો પડે છે અને જ્યારે ભાવ આવે, ત્યારે વેચે છે, તે જ તમને નફો મળે છે. એ જ રીતે તમે દવા પીઓ છે, તે જ વખતે શું તમારો રોગ મટી જાય છે? એ તે ધીરજ રાખીને અમુક સમય સુધી લીધા જ કરે તે તમને ફાયદો થાય છે. તે પછી ધર્મનાં ફળ માટે તમે આટલા-ઉતાવળા શા માટે બને છે ?
એને સમય થતાં એનું ફળ મળવાનું જ છે, એ દઢ વિશ્વાસ રાખી ધીરજ કેમ ન ધરે?
જો તમારા મનમાં એમ હોય કે ધર્મનું ફળ મળશે કે નહિ? તે એ શંકા ખોટી છે. જ્યારે નાનામાં નાની ક્રિયાનું પણ પરિણામ આવે છે, ત્યારે ધર્મક્રિયાનું પરિણામ કેમ ન આવે? એ આવે જ આવે.
એ વાત તમારાં લક્ષમાં બરાબર રાખે કે જેણે મધુર ફળ ખાવાં હોય, તેણે તે ધીરજ રાખવી જ જોઈએ. જે કેરી ખાવાની ઉતાવળમાં આવીને કાચી કેરી ખાવા માંડે તે પરિણામ શું આવે? બધા દાંત ખાટા થઈ જાય અને બીજી વસ્તુ પણ ખવાય નહિ. માટે ધીરજ રાખીને "ધર્મનું આરાધન કરવું, એ જ સાચે રસ્તો છે. - ધર્મની શક્તિ અચિંત્ય છે.
' ધર્મની શક્તિ અગાધ છે, અપરિચિત છે, અચિંત્ય છે. તેનું સેવન કરનારને લાભ થયા વિના રહેતું નથી.