________________
[ આત્મતત્ત્વવિચાર વિશેષ તે આ વસ્તુ અનુભવગમ્ય છે. અનેક મહાપુરુષોએ આ વસ્તુને અનુભવ લીધા પછી જ કહ્યું છે કે
सुखार्थं सर्वभूतानां, मताः सर्वप्रवृत्तयः।
सुखं नास्ति विना धर्म, तस्माद्धर्मपरो भवेत् ॥ - “સર્વ પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિઓ સુખને માટે જ માનેલી છે. અને તે સુખ ધર્મ વિના મળતું નથી, તેથી મનુષ્ય ધર્મમાં તત્પર થવું જોઈએ.”
વિશેષ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન છત્રીશકું
ધર્મની ઓળખાણ શી? મહાનુભાવો !
ગત બે વ્યાખ્યામાં એ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી કે દરેક મનુષ્ય જીવનની સફળતા માટે ધર્મ અવશ્ય કરવો જોઈએ. ધર્મની શક્તિ અગાધ, અપરિમિત, અચિંત્ય છે. પણ ધર્મ કોને કહેવાય? ધર્મનાં લક્ષણે શું? ધર્મને પારખવાની રીત શું? એ જાણ્યા વિના ધર્મ થઈ શકે નહિ, તેથી, આ વ્યાખ્યાનમાં પ્રસ્તુત વસ્તુઓ પર પ્રકાશ પાડીશું. છે. ધર્મ કોને કહેવાય? એ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા મનુષ્ય જુદી જુદી રીતે આપે છે. કોઈ કહે છે કે ધર્મ એટલે સેવા, કોઈ કહે છે કે ધર્મ એટલે કર્તવ્ય, કોઈ કહે છે કે ધર્મ એટલે ફરજ, કઈ કહે છે કે ધર્મ એટલે નીતિ, કોઈ કહે છે કે ધર્મ એટલે સદાચાર, કોઈ કહે છે કે ધર્મ એટલે પ્રભુભક્તિ, કોઈ કહે છે કે ધર્મ એટલે દાન, કોઈ કહે છે કે ધર્મ એટલે સુવિચાર, કોઈ કહે છે કે ધર્મ એટલે જ્ઞાનોપાસના, કોઈ કહે છે કે ધર્મ એટલે કુલાચાર અને કોઈ કહે છે કે ધર્મ એટલે શાસ્ત્રમાં બતાવેલ વિધિનિષેધ, પરંતુ આ વ્યાખ્યાઓ એક અથવા બીજી રીતે અપૂર્ણ છે અને તે ધર્મ શબ્દને યથાર્થ ભાવ દર્શાવી શકતી નથી.