________________
[ આત્મતત્વવિચાર : બધાના બાર વાગી જશે. પછી મને કહેશે નહિ કે આ શું થયું? પાપી માણસ બીજાને પણ પાપમાં ઘસડે છે અને દુઃખી કરે છે.
બીજો ઉપાય નહિ હોવાથી પિતાએ એ વાત કબૂલ રાખી અને રાત્રિના અંધકારમાં કેઈ ન જાણે એ રીતે એ
ખીજડાની બખોલમાં ભરાઈ ગયે. - સવાર થયું એટલે ધર્મ બુદ્ધિ અને પાપબુદ્ધિ, ધર્મા
ધિકારી વગેરે કેટલાક રાજ્યાધિકારીઓ સાથે ધનવાળી જગાએ , આવ્યા. એટલે વૃક્ષમાંથી એવાં વચને નીકળ્યાં કે “ધર્મ'બુદ્ધિ ચેર છે. '
આ વચન સાંભળી અધિકારીઓ આશ્ચર્ય પામ્યા અને ધર્મ બુદ્ધિને શે દંડ દેવે તેને વિચાર કરવા લાગ્યા. આ બાજુ ધર્મબુદ્ધિની સ્થિતિ ઘણી કઢંગી થઈ પડી. પિતે દ્રવ્ય લીધું નથી, છતાં ચેર કર્યો, તેનું ઘણું દુઃખ થવા લાગ્યું. પરંતુ એ જ વખતે તેનાં મનમાં એક વિચાર આવી ગયે, એટલે તેણે જે વૃક્ષમાંથી વાણું નીકળી હતી તેની આસપાસ ડું સૂકું ઘાસ ભેગું કરી અગ્નિ પ્રગટાવ્યો અને તેમાં ઝટ સળગી ઉઠે એવાં બીજાં લાકડાં નાખ્યાં. આથી આખું વૃક્ષ ભડભડાટ બળવા લાગ્યું. એ જ વખતે તેમાંથી ભયંકર ચીસો પાડતો એક મનુષ્ય અર્ધદગ્ધ હાલતમાં બહાર નીકળી આવ્યું.
રાજ્યાધિકારીઓ તેને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યા | કે “તુંકેણ છે? જે હોય તે સાચું કહી દે.”
ધર્મની શક્તિ ],
૨૫૭ ., પેલા અર્ધદગ્ધ પુરુષે લથડતી વાણીમાં કહ્યું કે “દુષ્ટ પુત્રે મારી આ દશા કરી છે. અને તે ધરણી પર હળી પડયો. તેનાં સંયે વર્ષ ત્યાં જ પૂરા થઈ ગયાં. રાજ્યાધિકારીઓ સમજી ગયા કે ધર્મ બુદ્ધિને દોષિત ઠરાવવા માટે જ પાપબુદ્ધિએ કાવતરું રચ્યું હતું અને તેના પિતાને વૃક્ષની બખોલમાં રાખી તેની પાસે “ધર્મબુદ્ધિ ચર છે ” એવા શબ્દ બોલાવ્યા હતા. આથી તેમણે પાપબુદ્ધિને ગુનેગાર મા, તેનાં ઘરની જડતી લીધી અને તેણે હરી લીધેલું ધર્મબુદ્ધિનું બધું ધન પાછું અપાવ્યું. પછી પાપબુદ્ધિ પર વિશ્વાસઘાત, જૂઠ, છેતરપીંડી, ખેટા સાક્ષીને ઊભું કરે વગેરે ગુનાસર કામ ચલાવ્યું અને શૂળીની શિક્ષા ફરમાવી. ' ' ' પાપ-અન્યાય–અધમથી ધન લેવા જતાં કેવું પરિણામ આવ્યું તે જુઓ. ધન મળ્યું નહિ, પિતાને બળીને મરવાને વખત આવ્યું અને પિતાને શૂળીએ ચડવું પડ્યું. આવા દાખલાઓ આજે પણ જોવામાં આવે છે.
' અન્યાય-અનીતિ-અધર્મ આચરીને એકઠું કરેલું ધન પારાની જેમ ફૂટી નીકળે છે અને તેના ઉત્પાદકને શાંતિસુખને અનુભવ થવા દેતું નથી. જો એ ધન બીજાને આપવામાં આવે તો એની હાલત પણ બૂરી થાય છે. સંન્યાસીના હાથમાં અન્યાયની કમાયેલી સોનામહોર આવતાં તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ અને તેને વેશ્યાગમનને વિચાર આવ્યો. આવા અનેક દાખલાઓ જોવા-જાણવા છતાં મનુષ્યની બુદ્ધિ સુધરતી નથી-ધર્મમાં સ્થિર થતી નથી, એ કેટલું શોચનીય છે?
આ. ૨-૧૭
: