________________
૨૫૪
[ આત્મતત્વવિચાર - આગળ દાટી દીધા. બાકીનું થોડું ધન લઈ તેઓ પિતાના ઘરે આવ્યા.
પાપબુદ્ધિનું મન પેલાં ધનમાં પરોવાયું છે, એટલે રાતદિવસ તેના જ વિચાર આવે છે અને કદાચ ધર્મબુદ્ધિ
ત્યાં જઈને એકલે ધન કાઢી લે, એવી શંકા પણ સેવે છે. - જેનું મન પાપી હોય તેને સર્વત્ર શંકા થાય છે. એમ કરતાં એક રાત્રિએ તે પિલાં ઝાડ આગળ જઈ બધું ધન કાઢી લે છે અને ખાડો પૂરીને તથા જમીન સરખી કરીને પિતાનાં ઘરે પાછો આવી જાય છે.
હવે થોડા દિવસ બાદ ધર્મબુદ્ધિને ધનની જરૂર પડી, એટલે તે પાપબુદ્ધિને સાથે લઈને ધનવાળી જગાએ ગયે ત્યાં જમીન ખેડી તે તેમાંથી કંઈ પણ નીકળ્યું નહિ. આ જોતાં જ પાપબુદ્ધિ પત્થર સાથે માથું કૂટવા માંડ્યો અને કહેવા લાગ્યો કે “હાય ! હાય ! હવે હું શું કરીશ? મારું જે કહ્યું હતું તે બધું આમાં જ હતું. આ વાત આપણા બે સિવાય ત્રીજું કઈ જાણતું ન હતું. એટલે તું જ એક આવીને આ ધન કાઢી ગય લાગે છે. તું મારા ભાગનું ધન આપી દે, નહિ તે મારે રાજદરબારે જવું પડશે.”
ધર્મબુદ્ધિએ કહ્યું : “અરે દુષ્ટ ! આ તું શું બોલે છે? હું કદી ચોરી કરું જ નહિ, પણ લાગે છે કે આ ધન તું એલે જ ઉપાડી ગયો છે, માટે ચૂપચાપ મારે ભાગ પાછા આપી દે નહિ તે હું જ તને રાજદરબારમાં ખેંચી જઈશ.' તે પણ પાપબુદ્ધિ એમ છેડે જ માને ? ઉલટે તે ધર્મબુદ્ધિને ધમકાવવા લાગ્યા. આ રીતે વાદવિવાદ કરતાં બંને
ધર્મની શક્તિ ]
(૨૫૫ જેણુ ધર્માધિકારી પાસે ગયા. ધર્માધિકારીએ બંનેની વાત સાંભળીને કહ્યું કે આ બાબતમાં દિવ્ય કરવું પડશે.' ત્યારે પાપબુદ્ધિ બે કે “આ ન્યાય ઠીક નથી. પહેલા પત્ર, પછી સાક્ષી અને બંનેને અભાવ હોય તે જ દિવ્યનો આશ્રય લેવાય. પણ મારે તો વૃક્ષદેવતા સાક્ષી છે, તે અમારામાંથી દેષિત કણ અને નિર્દોષ કોણ? એ કહી આપશે. તેથી ધર્માધિકારીઓએ બંનેના જામીન લીધા અને . આવતી કાલે સવારે આવજે, એમ કહી વિદાય કર્યા.
. પાપબુદ્ધિએ ઘરે જઈને બધી હકીકત પિતાના પિતાને કહી અને વધારામાં જણાવ્યું કે “આ ધન મેં ચેર્યું છે, પણ તે તમારાં વચનથી મને પચી જાય એવું છે. ”
પિતાએ કહ્યું: “એ કેવી રીતે બની શકે ? ”
પાપબુદ્ધિએ કહ્યું: “પિતાજી! એ પ્રદેશમાં ખીજડાનું એક મોટું ઝાડ છે અને તેમાં એક મોટી બખેલ છે. તેમાં તમે હમણાં જ સંતાઈ જાઓ કે જેથી કેઈને ખબર ન પડે. પછી સવારે ધર્માધિકારી વગેરે સાથે હું ત્યાં આવીશ અને પૂછીશ કે “હે વૃક્ષદેવતા! તમે અમારા બંનેના સાક્ષી છે, માટે કહી દે કે અમારામાંથી કેણ ચાર છે?” તે વખતે તમારે જણાવવું કે “ધર્મબુદ્ધિ ચોર છે.' . '
પાપબુદ્ધિનો પિતા એના જે પાપી ન હતું. તેણે કહ્યું: “આ ઉપાય બરાબર નથી. મને લાગે છે કે તેનું પરિણામ સારું નહિ આવે. પરંતુ પાપબુદ્ધિએ હઠ લીધી અને જણાવ્યું કે જો તમે આ પ્રમાણે નહિ કરે તે આપણા