SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ રસ્પર I [ આત્મતત્વવિચાર - જે જવાબમાં નશીબ કહેશે તો નશીબના બે ભાગકરવા પડશે. એક સારું નથી અને બીજું ખરાબ નશીબ. તેમાં સારાં નશીઅ અને ખાંબ નશીબનાં કારણે પણ વિચારવા પડશે. જેણે પૂર્વ ભવમાં સારાં કામ કર્યા, પુણ્ય કર્યુ, ધર્મ કર્યો તેને સારું નશીબ પ્રાપ્ત થયું અને જેણે પૂર્વ ભવમાં ખરાબ કામે કર્યા, પાપ કર્યું, અધર્મ -આચર્યો, તેને ખરાબ નશીબ પ્રાપ્ત થયું. એટલે સરવાળે તે બધી વાત ધમ ઉપર જ આવીને ઊભી રહે છે. આપણા અનુભવી પુરુષે કહે છે કે નાનમિવ માર સહઃ પૂમિવાના સુમનામાવતિ, વિજ્ઞte સર્વસમg | - “જેમ તળાવ ભરેલું હોય, ત્યાં દેકા આવે છે અને સરોવર ભરેલું હોય ત્યાં પક્ષીઓ આવે છે, તેમ જ્યાં શુભ, કમેને સંચય હોય છે, ત્યાં સર્વ સંપત્તિ વિવશ થઈને આવે છે.” કેટલાક કહે છે કે, “ધર્મબુદ્ધિ રાખીએ તે. ધન આવતું નથી. એ માટે અન્યાય; અનીતિ કે પાપનું સેવન કરવું જ પડે છે. ” પરંતુ આ કથન પણ બ્રમપૂર્ણ છે. એને ઉત્તર ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાત પરથી મળી રહેશે. ધર્મબુદ્ધિ અને પાપબુદ્ધિની વાત - એક નગરમાં બે વાણિયા રહેતા હતા, તેમાં એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ. આ બંનેને - આંખની ઓળખાણ હતી, વળી પ્રસંગે એકબીજાનું કામ પણ કરતા હતા, તેથી બંને વચ્ચે મિત્રતા થઈ ધમની શક્તિ ] * ૨૩. - એક વાર બંને મિત્ર વિચાર કરે છે કે “ આપણને તે લાખ મળ્યા નહિ અને લખેસરી થયા નહિ. હવે જે બે પૈસાનું મેટું ભાળવું હોય તે આપણે પરદેશમાં જવું અને ત્યાં જઈને હિંમતથી બંધ કરો. પરદેશ ખેડડ્યા વિના ધન કે બુદ્ધિની વૃદ્ધિ થતી નથી. આ વિચાર કરી અને મિત્રે પરદેશ ગયા અને ત્યાં હિંમતથી કામ લેતાં સારી કમાણી કરી. પછી તેઓ પોતાનાં વતન તરફ પાછા વળ્યા. તેઓ નગરની નજીક આવ્યા, ત્યાં પાપબુદ્ધિની બુદ્ધિમાં ફેર પડ્યો. તે વિચાર કરવા લાગ્યું કે કોઈ પણ રીતે આ ધર્મબુદ્ધિનું ધન પડાવી લઉં, તે એકદમ ધનવાન થઈ જાઉ.. તે માટે કોઈ યુક્તિ લડાવવા દે.” અને તેણે યુક્તિ લડાવી.. તે ધર્મબુદ્ધિને કહે છે: “ભાઈ ! આ ધન કમાતાં આપણને ઘણે પરસેવો વળે છે. હવે તે રફેદફે ન થઈ જાય તે આપણે જોવું જોઈએ. જે આપણે આ બધું ધન ઘરે લઈ જઈશું તે સગાંવહાલાં કે સંબંધીઓ માગણી કર્યા વિના નહિ રહે અને શરમના માર્યા આપણે તેમને એ ધન. આપવું પડશે. માટે સારે રસ્તા એ છે કે આ ધનને. મોટા ભાગ આપણે અહીં એક ઝાડનાં મૂળ આગળ દાટી દઈએ અને જરૂર જેટલું જ ઘરે લઈ જઈએ. પછી જેમ. જરૂર પડશે, તેમ અહીંથી કાઢી જઈશું.” ધર્મ બુદ્ધિ સરલ હતું. તેના પેટમાં કોઈ જાતનું પાપ ન હતું. એટલે તેણે પાપબુદ્ધિનું કહેવું માન્ય રાખ્યું અને બને જણાએ પોતાનાં ધનને માટે ભાગ, ઝાડનાં મૂળ
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy