________________
ર૫o:
. [ આત્મતત્વવિચાર
૨૫.
.
અને અર્થની સંપત્તિ પ્રાપ્ત થાય. યશ કોને નથી ગમતું? બે માણસે બેલાવે અને આગળ બેસાડે તે છાતી તરત ફૂલાય છે. આ રીતે જીવનમાં સર્વત્ર યશની પ્રાપ્તિ કરવી હોય તે ધર્મનાં આરાધનાવાળા કરી શકે, બીજે ન કરી શકે. વિદ્યાવાનને સહુ માન આપે છે, એ વિદ્યાની પ્રાપ્તિ પણ ધર્મારાધનને આધીન છે અને અર્થ એટલે લકમી, એ પણ ધર્મની જ તાબેદાર છે. જેણે ધર્મનું સારી રીતે આરાધન કર્યું હોય, તેને જ લક્ષ્મી વરે છે.
' - તમે પ્રવાસે નીકળ્યા છે અને કેઈ મોટાં જંગલમાં દાખલ થાઓ, ત્યાં તમારું રક્ષણ ધર્મ સિવાય બીજું કશું કરી શકે છે? એ જ રીતે હાથી, સિંહ, સર્પ, અગ્નિ, ભૂત, પિશાચ વગેરેને ભય ઊભે થયો હોય, ત્યાં પણ ધર્મ સિવાય કઈ રક્ષણ કરી શકતું નથી.
સ્વર્ગનાં સુખે સાંભળીને તમારાં મઢામાં પાણી છૂટે. છે, પણ એ સુખે એમ ને એમ પ્રાપ્ત થઈ જતાં નથી.. જેણે સારી રીતે ધર્મારાધન કર્યું હોય તેને જ એ સુખે - પ્રાપ્ત થાય છે. અને મોક્ષ કે જેમાં અનિર્વચનીય અનંત સુખ રહેલું છે, તેની પ્રાપ્તિ પણ ધર્મનાં યોગ્ય આરાધના વડે જ થાય છે. * આ રીતે ધર્મના લાભ ઘણા છે, તેથી સમજુ મનુબેએ તેનું થઈ શકે એટલું આરાધન કરવું જોઈએ.
ધન જોઈએ કે ધર્મ? . કેટલાક કહે છે કે “અમારે ધર્મ નહિ, પણ ધન
ધમની શક્તિ ]. જોઈએ, કારણ કે અન્ન, વસ્ત્ર અને આબરૂ એ ત્રણે તેનાથી મળી રહે છે. આ મહાનુભાવેને અમે કહેવા ઈચ્છીએ. છીએ કે અન્ન અને વસ્ત્ર ધનથી મળી શકે,પણ આબરૂ માત્ર ધનથી મળી શકતી નથી. કેટલાક ધનિક માણસો એવા પણ જોવામાં આવે છે કે જેમની પાસે લાખો રૂપિયાની મૂડી.. હોવા છતાં તેમની સમાજમાં કશી જ આબરૂ હોતી નથી. વધારે સ્પષ્ટ કહીએ તે સમાજ તેમને ધિક્કારતા હોય છે. અને સવારમાં ઉઠીને તેમનું નામ લેવા પણ તૈયાર હોત નથી ! જે માત્ર ધનથી જ આબરૂ મળતી હોત તે આ ધનિકેની સ્થિતિ કદાપિ આવી ન હોત. જે ધનિકેની સમાન જમાં મોટી આબરૂ હોય છે, તેમનાં દિલમાં ઉદારતા હોય છે અને તેઓ ધર્મના પકારના માર્ગે પિતાનાં ધનને ઉપયોગ કરતા હોય છે, એટલે આબરૂનું શ્રેય ધનને નહિ, પણ ધન વાપરવાની પાછળ રહેલી ધર્મભાવનાને ઘટે છે. - છતાં માની લે કે અન્ન, વસ્ત્ર અને આબરૂ એ. ત્રણે ધનથી મળે છે, પણ ધન શેનાથી મળે છે?. એ વિચારવાનું છે. જે માત્ર મહેનત-મજૂરીથી જ ધન મળતું. હોત તે મહેનત કરનારા બધાને તે સરખા ભાગે મળતપણ તેમાં તે મોટું અંતર દેખાય છે. એક માણસને. થડી મહેનતે જ ઘણું ધન પ્રાપ્ત થાય છે, બીજાને ઘણી મહેનતે ઠીક ઠીક ધન પ્રાપ્ત થાય છે, ત્રીજાને ઘણી મહેનત કરવા છતાં કંઈ ધન પ્રાપ્ત થતું નથી અને ચોથાને ઘણી. મહેનત કરવા છતાં ખેટ ખમવી પડે છે, એટલે કે સામેથી પૈસા જોડવા પડે છે. આ તફાવત શેને આભારી છે? .