________________
[ આત્મતત્વવિચાર . આ રીતે જગતમાં બહુ બહુ રીતે વ્યાકુલ થયેલા શરણરહિત મનુષ્યને માત્ર ધર્મ જ નિત્ય શરણુભૂત થાય છે. ધર્મની આ કેવી મહાન શતિ?: ' , ' ' ના ધર્મથી થતા અનેક પ્રકારના લાભે - મહાનુભાવો ! તમે તે વ્યાપાર-વણજ કરનારા એટલે પાકા વાણિયા. દરેક વસ્તુનું લાભે લેખું કરે. જે છેડે પણ લાભ દેખાતો હોય તો તરત તેમાં ઝંપલાવે. તેથી જ તમને જણાવીએ છીએ કે ધર્મનું આરાધન એ લાભને સદા છે, ખોટને સદો નથી. તેનાથી કેવા લાભ થાય છે, તે ધ્યાન દઈને સાંભળો :. धर्माज्जन्म कुले शरीरपटुता सौभाग्यमायुर्बलं, -
धमणेव भवनित, निर्मलयशो विद्यार्थसंपत्तयः । જનારાજય મામા સર્વ ધર્મ: પત્રાયતે, . धर्मः सम्यगुपासितो भवति- हि स्वर्गापवर्गप्रदः ।।
ધર્મનું સ્પેશ્ય આરાધન કરે તેને જન્મ ઊંચા કુલમાં એટલે ખાનદાન કે સંસ્કારી કુટુંબમાં થાય. આ લાભ જે તે ન સમજશે. જેમને જન્મ હલકા કે અધમ કુલેમાં થાય છે, તે શરૂઆતથી જ પાપકર્મ શીખે છે અને તેમાં પાવરધા બને છે. કાળી, વાઘરી, કસાઈ, ચમાર, ચેર, કે ડાકુને ત્યાં જન્મ લેનારની હાલત જુએ, એટલે તમને ઉચ્ચ કુલની કિંમત સમજાશે.
' . ધર્મનું ચોગ્ય આરાધના કરે તેને પાંચ ઇન્દ્રિયની પૂર્ણતા મળે. આ લાભ પણ જેવો તેવો નથી કેઈને હાથે
ખેડ હોય છે, પગે બેડ હોય છે, બરડે ખૂધ હોય છે, જીભ તોતડાતી હોય છે, કાને બહેરાશ હોય છે, આંખે ખામી હોય છે, તેને જીવનમાં ઘણું સહન કરવું પડે છે. તેની સરખામણીમાં પાંચે ઈન્દ્રિયની પૂર્ણતાવાળા ઘણા સુખી ગણાય.
ધર્મનું એગ્ય આરાધના કરવાથી સૌભાગ્ય મળે છે. સૌભાગ્ય એટલે બધાને પ્રિય લાગવાપણું. તમારે બધાને તે કયવન્ના શેઠનું સૌભાગ્ય જોઈએ છે, પણ કયવન્ના શેઠને એ સૌભાગ્ય શી રીતેં પ્રાપ્ત થયુ, તેનો વિચાર કરવો નથી યવા શેઠને એ સૌભાગ્ય ધર્મના એગ્ય આરાધનથી જા પ્રાપ્ત થયું હતું.' - ધર્મનું એગ્ય આરાધના કરવાથી દીર્ધ આયુષ્ય મળે.. કેટલાક માતાના ગર્ભમાં જ મરણ પામે છે, કેટલાક જમ્યા પછી ટુંક સમયમાં જીવન પૂરું કરે છે. આ આત્માએના મનુષ્યભવની સાર્થકતા શી ? જે દીર્ધ આયુષ્ય હોય તે તેમાં તીર્થયાત્રા, જપ-તપ આદિ અનેકવિધ કરણી થઈ શકે અને મળેલા માનવભવને સાર્થક કરી શકાય. એટલે દીર્ધ આયુષ્ય એ પણ મોટો લાભ છે.
ધર્મનું યોગ્ય આરાધના કરવાથી બલની પ્રાપ્તિ થાય. જેઓ નિર્બળ છે, રાંકડા છે, માયકાંગલા છે, તેને સહુ કોઈ સતાવે છે અને તેમનું જીવન બરબાદ થાય છે. તેથી જ બલને અહીં જીવનસફળતાનું એક સાધના સમજવાનું છે. : ધર્મનું યોગ્ય આરાધના કરવાથી નિર્મળ યશ વિદ્યા