________________
૨૪
[ આત્મતત્ત્વવિચાર
અશરણાનું શરણુ ધર્મ છે.
જો કની સત્તામાંથી છૂટવુ હોય, કર્માંનાં અધનાને તાડવાં હોય તેા ધર્મનું શરણ સ્વીકાર્યે જ છૂટકા છે. આપણા મહાપુરુષોએ કહ્યું છે કે
व्यसनशतगतानां ल्लेशरोगातुराणां मरणभयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां, शरणमशरणानां नित्यमेको हि धर्मः ॥
વ્યસન એટલે દુઃખ, આપત્તિ કે કષ્ટ, તે એક પછી એક કીડીઓની હારની જેમ આવ્યા જ કરતા હાય, ત્યારે સગાંસંબંધીઓ, મિત્રો, દોસ્તદારા એ બધા દૂર રહી જાય છે અને માત્ર ધમ જ શરણ આપે છે.
મનુષ્ય જ્યારે વિવિધ પ્રકારનાં કલેશેાથી કે રાગેાથી ઘેરાઈ ગયેા હાય ત્યારે પણ ધર્મ જ શરણ આપે છે. પૂનાની પાસે તલેગાંવ નામનું એક ગામ છે. ત્યાંના એક શ્રાવકને ડાયાબીટીસ એટલે મીઠી પેશાબનો રોગ હતેા. તેણે કાઈ દિવસ તપશ્ચર્યા કરી ન હતી અને તેનાથી થતી પણ નહિ. પરંતુ એક વખત શ્રીવિજયયશે દેવસૂરિજી ત્યાં પધારતાં તેમની પ્રેરણાથી તેણે અટ્ઠાઈનું તપ આદર્યું અને શુદ્ધ ધર્મભાવનાથી પૂરું કર્યું. એ તપશ્ચર્યાના અંતે તેનો મીઠી પેશાઅનેા રાગ મૂળથી ગયા. જે રાગ ઘણી દવાઓ કરવા છતાં ન મટ્યો, તે આઠ દિવસનું ધાર્મિક અનુષ્ઠાન કરવાથી મટી ગયા. ડૉક્ટરો આ જોઈને ચક્તિ થઇ ગયા. મીઠી પેશામનું
ધર્મની શક્તિ ]
૨૪૭
દર્દ મૂળમાંથી જાય એમ તેએનાં માન્યામાં આવ્યું નહિ. તેમણે એ શ્રાવકને સાકર ખવડાવીને પેશાબ તપાસ્યા તે તેમાં જરા પણ સાકર આવી નહિ.
અનાથી મુનિની કથા આગળ આવી ગઈ છે. તેમાં તેમણે સ્વમુખે જણાવ્યું છે કે અનેકવિધ ઉપચાર કરવા છતાં તેમને રાગ મટ્યો નહિ, પણ શુદ્ધ ધાર્મિક સકલ્પ કરીને રાત્રે સૂતા કે સવારમાં તે રાગ નાબૂદ થઈ ગયા. આવાં ખીજા પણ અનેક દૃષ્ટાંતા છે.
મરણના ભયથી હતાશ થયેલાને ધમ સિવાય ખીજા કાનું શરણ છે? એ વખતે માતા, પિતા, ભાઇ, ભગિની, કાકા, કાકી, મામા, મામી, ફાઇ, ફુઆ કે કઈ સગાસ’બધી શરણ આપી શકતા નથી. મોટા મોટા શેઠિયાઓ તથા અધિકારીઓ જોડે બેઠક હાય છતાં તે ય આ વખતે કામ લાગતા નથી. સરકારી વારટ લાંચરૂશ્વત આપવાથી પાછું જાય, પણ મૃત્યુનું વેર’ટ આવ્યુ કે તે પાછું ન જાય. એ વખતે બધા ખસી જાય, માત્ર ધર્મ જ શરણભૂત છે. એકના એક યુવાન પુત્ર મરણ પામ્યા હોય કે પત્નીનુ અકાળ અવસાન થયું હાય કે વડીલ ચાલ્યા ગયા હોય, ત્યારે મનુષ્યનું મન શાકથી ઘેરાઇ જાય છે. એ જ રીતે વ્યાપારધધા એકાએક પડી ભાંગ્યા હોય કે માટી ખાટ આવી હોય કે પ્રયત્નો કરવા છતાં કામકાજ ખરાખર ચાલતુ ન હોય, ત્યારે પણ મનુષ્યનું મન શાકાતુર થઈ જાય છે. તેને કઈ વાતે ચેન પડતું નથી. એ વખતે ધર્મનું આરાધન જ તેના શાક દૂર કરી શકે છે..