________________
[ આત્મતત્તáવિચાર માટે બધે ફેડ પાડીને વાત કરવી નકામી છે. એટલે તેણે
ટૂંકમાં કહ્યું : “મેં આ બાબત પર પૂરે વિચાર કર્યો છે, - જો તમારે મારું માનવું હોય તો માને.”
એક વાનરે કહ્યું: “આ બાબત ઘણી ગંભીર છે, તેથી, એક જણના કહ્યા પ્રમાણે કરી શકાય નહિ. તે માટે બધા. વાનરેનો મત લે.”
બધા વાનરોના મત લેવાયા, તેમાં પેલા ઘરડા વાનરના મતને કેઈએ ટેકે આ નહિ. અને એક મત વિરુદ્ધ પ્રબળ બહુમતીથી નક્કી કરવામાં આવ્યું કે “આપણે જે પ્રમાણે રાજમહેલમાં રહીએ છીએ, તે જ પ્રમાણે રહેવાનું ચાલુ રાખવું.”
પિતાના ભાઈઓની આ હાલત જોઈ ઘરડા વાનરને ઘણું દુઃખ થયું અને તે એકલે રાજમહેલ છેડી વનમાં, ચાલ્યા ગયે. બધા તેને મૂર્ખ માની હસવા લાગ્યા.
થોડા દિવસ બાદ ઘરડા વાનરે વિચાર્યું હતું, તેમજ બન્યું. રઇયાએ ઘેટાને સળગતું લાકડું માર્યું અને ઘેટો સળગી ઉઠશે. તે બરાડા પાડતે પાસેની અશ્વશાળામાં પેઠે ને જમીન પર આળોટવા લાગ્યો. ત્યાં જમીન પર પડેલું ઘાસ સળગી ઉઠયું ને બાજુમાં ભરેલાં ઘાસને પણ તેની અસર પહોંચી. જોતજોતામાં અશ્વશાળા સળગી ઉઠી ને તેમાં કેટલાક પેંડા માર્યા ગયા તથા કેટલાક સખત દાઝી ગયા. રાજાએ પશુચિકિત્સકને બોલાવી ઘોડાને સારા કરવાનો ઉપાય પૂછો, ત્યારે જવાબ મળ્યો કે “વાનરોની તાજી ચરબી પડવામાં આવે તે આ ઘોડાઓને સારું થઈ જાય.’
રાજાએ કહ્યું કે “આ કામ તો સરલતાથી બની શકે એવું છે. આપણા પિતાના મહેલમાં જ વાનરેનું એક ટોળું પાળેલું છે.” પછી રાજાએ હુકમ કરતાં રાજસેવકેએ લાકડી તથા પત્થર વગેરેના પ્રહાર કરીને એ વાનરેને મારી નાખ્યા અને તેની તાજી ચરબીને ઉપયોગ કર્યો.'
વ્યવહારમાં પણ ઘણી બાબતે એવી છે કે જેમાં અહમતીને ઉપયોગ થઈ શકતો નથી. ઘરમાં ઘણુ માણસે હોય છતાં વડીલનું કહેવું જ મનાય છે. આઠ ઊંટવૈદ્યોએ કહેલી વાત એક બાજુ પર રહે છે અને એક કુશળ વૈદ્ય કહેલી બાબતને અમલ થાય છે. સે મજૂરની વાત માન્ય રખાતી નથી અને એક ઈજનેરની વાતને વધાવી લેવામાં આવે છે. ન ધર્માસ કહે છે કે હજાર અજ્ઞાનીઓને એકઠા કરે તે પણ તે એક સાચા જ્ઞાનીનો મુકાબલો કરી શકશે નહિ, તેથી સાચા જ્ઞાનીનું વચન જ માન્ય રાખવું જોઈએ, આ જગતમાં જ્ઞાની થડા છે અને અજ્ઞાની વધારે છે, ધર્મી થડા છે. અને અધમ વધારે છે. તેથી ધર્મની બાબતમાં બહુમતીનું ધોરણ સ્વીકારવા જતાં પતનની પૂરેપૂરી સંભાવના છે. - “ઘણું કરે છે. માટે કરવું ? એવી જે એક પ્રકારની મનોવૃત્તિ લેકમાં દેખા દે છે, તે આ દૃષ્ટિએ યોગ્યઉચિત વ્યાજબી નથી. જે સત્ય હાય, હિતકર હોય, કલ્યા
કારી હોય તે જ આચરવાનું છે, પછી ભલે બહુ થોડા : માણસે તેને આચરી રહ્યા હોય. '