SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ [ આત્મતત્ત્વવિચાર કાર અહીં પ્રસંગવશાત્ બહુમતી વિષે પણ કેટલેક ખુલાસે કરી દઈએ. એક પક્ષમાં ચેડાં માણસો હોય, તેથી એ સાબીત થતું નથી કે ઘણા માણસોવાળે પક્ષ-બહુમતી પક્ષ સાચે અને ડાં માણસેવા પક્ષ-લઘુમતી પક્ષ ટે. તમે વાનરોની વાત સાંભળે, એટલે આ વસ્તુની ખાતરી થશે. બહુમતી અંગે વાનરેની વાત એક રાજમહેલમાં કેટલાક વાનરે પાળવા- આવ્યા હતા. તેમને રાજસેવકે નવડાવતા-ધવડાવતા અને રાજકુમારે સારું સારું ખવડાવતા તથા ખેલકૂદ કરાવતા. આથી આ વાનરેને રાજમહેલમાં ખૂબ ગમી ગયું હતું. આ જ રાજમહેલમાં ઘેટાનું એક નાનું ટેળું પાળવામાં આવ્યું હતું. તેના પર નાના રાજકુમારે સવારી કરતા અને આનંદ માણતા. આ ટેળામાં એક ઘેટે વકરેલ હતું. તે : રેજ રાજાના રસોડામાં પેસી જાય અને જે જુએ તે ખાઈ જાય. રસેઇ તેને લાકડી, પત્થર કે વાસણને છૂટે ઘા કરીને મારે, પણ તે પિતાની આદત છેડે નહિ. એક ઘરડે વાનર આ બધું જોયા કરતો. તેને લાગ્યું કે આ તે ઠીક થતું નથી. રાજાને રસોઈ ક્રોધી છે અને ઘેટે હઠીલે છે, તેથી એક દિવસ આ રાઈ તેને સળગતું લાકડું મારશે અને એ ઘેટો પડખેની અશ્વશાળામાં પેસશે. ત્યાં ઘણું ઘાસ ભરેલું છે, તે ઘેટાનાં ત્યાં જવાથી સળગી ઉઠશે અને તેથી ઘડાઓ દાઝી જશે. આ ઘોડાઓ રાજાને ખૂબ પ્રિય છે, એટલે તે એને ઉપાય પૂછશે. એ ઉપાયમાં ધર્મની શક્તિ ] ૨૪૩ વાનરની ચરબી જેવો બીજે શ્રેષ્ઠ ઉપાય નથી, એટલે તેની ભલામણ થશે અને તે વખતે અમારું બધાનું મેત આવશે. માટે અત્યારથી જ અહીંથી ચાલ્યા જવું સારૂં. - તેણે બધા વાનરેને એકાંતમાં એકઠા કર્યા અને કહ્યું કે “ભાઈઓ ! રાજાના રસોઈયા અને ઘેટા વચ્ચે રોજ લડાઈ"થાય છે. તેમાં કેઈક વખત આપણું નિકંદન નીકળી જશે. માટે આપણુ પર કઈ જાતની આફત આવે તે પહેલાં અહીંથી વનમાં ચાલ્યા જઈએ. ત્યાં ઝાડની કુણી ડાંખળીઓ તથા ફળફૂલ ખાઈશું ને મજા કરીશું.' આ સાંભળી એક વાનરે કહ્યું: “આ વાત તે ઘણી વિચિત્ર છે! રાજાને રસોઈયે અને ઘેટે રેજ લડે, તેમાં આપણે શું?” ને બીજા વાનરે કહ્યું: “જે રસેઇયા અને ઘેટાની લડાઈથી કંઈ આફત આવવાની હોત તે ક્યારની આવી ગઈ હોત. તે હજી સુધી આવી નથી, એ જ બતાવે છે કે દેખાડવામાં આવતે ભય ખોટો છે. - ત્રીજાએ કહ્યું: “જ્યાં કેઈ આફતને સંભવ નથી, ત્યાં સંભવ માની લેવો અને રાજમહેલ છોડી દેવો, એ બુદ્ધિમાં ઉતરે એવી વાત નથી. ” ચોથાએ કહ્યું : “જે સુખ અહીં મળે છે, તે વનમાં ડું મળવાનું હતું? હાથે કરીને દુઃખી થવાને અર્થ શું?’ વાનરના આ વિચાર સાંભળી ઘરડા વાનરને લાગ્યું કે આમાંને કેઈ પણ ગંભીરતાથી વિચાર કરે એવું નથી,
SR No.007257
Book TitleAatmtattva Vichar Part 02
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1962
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy