________________
ઉo
ધમની આવશ્યકતા ]
૨૩૧
[ આત્મતત્ત્વવિચાર - ખલાસ. એ વખતે ન હોય કમળ, ન હોય પક્ષીઓ કે ન હોય નૌકા. તદ એટલે વૃક્ષ કે ઝાડ. તે છાયા આપનારું હોય તે જ શોભે. છાયા ન આપે તે શેભે નહિ. વડ, આંબે, રાયણ વગેરે છાયા આપવાના ગુણને લીધે જ શમે છે. તાડનું વૃક્ષ બિલકુલ છાયા આપતું નથી, એટલે તે શોભતું નથી.
એટલે ઘાટ. તે લાવણ્ય હોય તે જ શોભે, અન્યથા શોભે નહિ. ધેાળા ચામડાવાળા તે આ જગતમાં ઘણા છે, પણ તે બધા શોભતા નથી, કારણ કે તેમનામાં
લાવણ્ય નથી. સુર એટલે પુત્ર. તે ગુણવાળો હોય તે જ શિભે. ગુણરહિત હોય તે બિલકુલ શેભે નહિ. “વરમે મુળ પુત્રો, જ મૂર્ધરાતાભ્યકિ” એ કહેવતને મમ પણ આ જ છે. અતિ એટલે સાધુ. ચારિત્રવાળે હોય તે જ શેભે. ચારિત્રરહિત હોય તે શોભે નહિ. ચારિત્રહીન સાધુને તો આપણે ત્યાં વંદન કરવાની પણ ના પાડવામાં આવી છે.
મવા એટલે મહેલ કે મકાન, પરંતુ અહીં તેનો અર્થ મંદિર સમજ. તે દેવથી જ શોભે છે, દેવ વિના શોભતું નથી. મનુષ્યનું પણ તેમ જ છે. જે તેનામાં ધમ હોય તે એ શોભે છે, અન્યથા શોભતે નથી.
ખાવું, પીવું, એશઆરામ કરવો, એ બધી પ્રાકૃત ક્રિયાઓ છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તેનું કંઈ મૂલ્ય નથી. એ જ
આજ સુધીમાં અનંત જીવો મોક્ષે ગયા, તે બધા ધર્મનું આરાધન કરીને જ મોક્ષે ગયા છે. તેમાં એક પણ આત્મા એવો નથી કે જે ધર્મનું આરાધન કર્યા વિના જ ત્યાં પહોંચી ગયું હોય. સિદ્ધશિલાનાં સ્થાનમાં અધમી આત્મા દાખલ થઈ શકતો નથી, એ સિદ્ધ હકીકત છે.
ધર્મ વ્યક્તિને વિકાસ સાધે છે, સમાજને સુવ્યવસ્થિત રાખે છે, રાષ્ટ્રની ઉન્નતિ કરે છે અને વિશ્વને એક કુટુંબ જેવું માનવાની બુદ્ધિ પેદા કરે છે.
, - વિનય, નમ્રતા, સરલતા, ઉદારતા, શાંતિ, ધૈર્ય, ક્ષમા, સંયમ, દયા, પરોપકાર, એ બધાં ધર્મારાધનનાં પ્રત્યક્ષ ફળે છે અને તેને કઈ પણ આત્મા અનુભવ કરી શકે છે. - જે સમાજમાં ધર્મની ઊંડી ભાવના હોય, તે કાળના ગમે તેવા વિષમ હલા સામે ટકી રહે છે અને તે પ્રાયઃ સુખી હોય છે. જ્યારે ધર્મને છેડી દેનારો સમાજ છેડા જ વખતમાં અંધાધુંધીમાં અટવાઈ જાય છે અને તેને નાશ થાય છે. રાષ્ટ્રનું પણ તેમજ છે. જે રાષ્ટ્રએ માત્ર પશુબળ પર આધાર રાખ્યો, તે થેડા જ વખતમાં પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ ગયા અને જેમણે ધર્મને સન્માન્ય, ધર્મને જીવનમાં ઉતાર્યો, તે ગમે તેવા વિષમ સયોગમાં પણ ટકી રહ્યાં.. ભારતવર્ષ પર એાછા હુમલા થયા નથી. અફઘાને, પઠાણે, મેગલે અને છેવટે અંગ્રેજોએ તેને અનેક જાતના આઘાત
ધર્મનું ગણિત કરનારાઓએ એક સમીકરણ (ફેમ્યુલા) એવું આપ્યું છે કે માનવજીવન-ધર્મ =૦. જે મનુષ્યમાંથી ધર્મ લઈ લેવામાં આવે તે બાકી શૂન્ય રહે છે.