________________
માટે
- [ આત્મતત્વવિચાર આત્માને કર્મનું બંધન છે અને તેનું ફળ ભેગવવું પડે છે, તેથી જ તેને તેડવાને વિચાર કરે પડે છે. જે આત્માને કર્મનું બંધન ન હોય અને તેનું ફળ ભોગવવું પડતું ન હોય, તો તેને તેડવાને વિચાર કરવાની જરૂર રહેતી નથી. આપણે દેરડાથી બંધાયેલા હોઈએ, તે જ તેમાંથી છૂટવાનો વિચાર કરીએ છીએ. બંધાયેલા ન હોઈએ તે છૂટવાતે વિચાર કરતા નથી. કર્મનાં બંધનને તેડવાને ઉપાય શું? એને વિચાર કરતાં ધર્મ-સુધર્મ પર આવવું પડે છે. જે સુધર્મનું આરાધન યેગ્ય રીતે થાય તે જ કર્મોનું બંધન તૂટે અને આત્મા તેની અસરમાંથી મુક્ત થઈ પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશી શકે. આ વસ્તુસ્થિતિ લક્ષમાં લઈને જ અમે પ્રથમ આત્માને વિષય ચલાવ્યા, પછી કમને વિષય ચલાવ્યું અને હવે ધર્મને વિષય ચલાવીએ છીએ.
આત્મા અને કર્મનાં સ્વરૂપ પર વિવેચન કરતાં ધર્મ સંબંધી પણ કેટલુંક કહેવાયું છે, પણ તે છૂટું છવાયું; તેની , પદ્ધતિસરની વિચારણા હવે થાય છે. અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે અપેક્ષાવિશેષથી તે આ આખી યે વ્યાખ્યાનમાળા ધર્મને લગતી જ છે, કારણ કે અમે ધર્મ સિવાય બીજા વિષયો પર વ્યાખ્યાન આપતા નથી. આપણું શાસ્ત્રકાર મહર્ષિએનું ફરમાન છે કે મુનિએ ભક્તકથા, સ્ત્રીકથા, દેશકા, રાજકથા આદિ વિકથાઓને ત્યાગ કરીને પરમ ધર્મકથા જ કહેવી, જેથી પિતાને વાધ્યાયને લાભ થાય અને
તાઓને ધર્મને લાભ થાય. * શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર એ આપણું પવિત્ર નિગમ
ધની આવશ્યક્તા ]. છે. અને તે મુમુક્ષુઓને ધર્મ પમાડવા માટે જ વંચાય છે. તેનાં છત્રીશમા અધ્યયનમાં આવતાં અલ્પસંસારી આત્માનાં વર્ણન પરથી આ આખી વ્યાખ્યાનમાલા ઉદ્ભવી છે, તે તમે જાણે છે.
મહાનુભાવે! આજે ભૌતિકવાદને ભયંકર ભોરીંગ ભૂમંડળને ભરડે લઈ રહ્યો છે. અને પરિસ્થિતિ પ્રથમ કરતાં ઘણું ખરાબ છે.
પ્રથમ તો બાળક માતાનાં પિટમાં હોય ત્યારથી જ તેને ધર્મના સંરક્ષરો પડતા, જમ્યા પછી તે ધાર્મિક વાતાવરણમાં જ ઉછરતું અને માટી વચ્ચે તેને જે શિક્ષણ આપવામાં આવતું, તે પણ ધર્મની મુખ્યતા રાખીને જ આપવામાં આવતું. વળી, સમાજ અને રાજ્ય અને પર ધર્મનું વર્ચસ્વ હતું, એટલે ધર્મ શા માટે કે ધર્મની આવશ્યકતા શી? એ પ્રશ્ન ભાગ્યે જ પૂછાતે. પરંતુ આજે તે સારાં સારાં ઘરના છોકરાઓ કે યુવાને આ પ્રશ્ન પૂછી રહ્યા છે.
ધર્મની આવશ્યક્તા વિષે એક સંવાદ - હજી ગઈ કાલની જ વાત છે કે જ્યારે એક સુશિક્ષિત યુવાને અમને પૂછયું હતું કે “ધમ ન કરીએ તે ન ચાલે?” અમે તેના ઉત્તરમાં જણાવ્યું હતું કે “ભાગ્યશાળી છે જે વિકટ જંગલમાં પ્રવાસ કરનારને બેમિયા વિના ચાલે, વેપારવણુજ કરનારને દ્રવ્ય વિના ચાલે, અથવા ઔદારિક શારીરને. આહાર વિના ચાલે, તે મનુષ્યને ધર્મ કર્યા વિના ચાલે.'
અમારે આ ઉત્તર સાંભળીને એ યુવાને કહ્યું: “જે