________________
૧૬
[ આત્મતત્ત્વવિચાર
Àામિયા ન હાય તેા જંગલમાં ભૂલા પડીએ અને વાઘવી માર્યાં જઇએ અથવા ચારલૂટારાથી લૂંટાઈ જઇએ. પાસે દ્રવ્ય ન હાય તેા બજારમાં આંટ જામે નહિ અને વેપાર વણજ થઇ શકે નિહ. તે જ રીતે શરીરને આહાર ન આપીએ તે એ શેાષાઈ જાય, નખળું પડે અને પરિણામે નાશ પામે, પર'તુ ધમ ન કરીએ તે। જીવનમાં ક’ઇ અટકી પડતું નથી. ઘણા માણસેા જીવનમાં કંઇ પણ ધર્મ ન કરવા છતાં સુખી હોય છે અને સમાજમાં માન-પાન પામે છે. '
જે વિચારા આજે વાતાવરણમાં ફેલાઇ રહ્યા છે, જેના આજે છડેચાક પ્રચાર થઇ રહ્યો છે, તેના પડઘા આ દલીલમાં પડચો હતા. કૂવામાં હાય તે હવાડામાં આવે એમાં ક’ઇ નવાઇ નથી. અમે કહ્યું : ‘ ભાગ્યશાળી ! આટલું જ શા માટે ? તમે આગળ વધીને એમ પણ કહી શકેા છે કે આ જગતમાં પશુઓની સંખ્યા બહુ મેાટી છે. તેમને ધમ કર્યા વિના ચાલે છે, તેા મનુષ્યને કેમ ન ચાલે ? અથવા એથી પણ આગળ વધીને એમ કહી શકે છે કે આ પૃથ્વીમાં જતુએ અને કીડાએ એસુમાર છે, તેએ ધમ કરતા નથી, તેા અમે શા માટે કરીએ ?’
યુવાને કહ્યું : ‘ જંતુઓ, કીડાએ કે પશુઓ સાથે મનુષ્યની સરખામણી કરવી ઉચિત નથી. ’
અમે કહ્યું : ‘કેમ ઉચિત નથી ? એ પણ પ્રાણી છે અને તમે પણ પ્રાણી છે. જે પ્રાણને ધારણ કરે તે પ્રાણી. એક પ્રાણીની ખીજા પ્રાણી સાથે સરખામણી થાય, એમાં અનુચિત શું ?
ધમની આવશ્યકતા ]
૨૦
યુવાને કહ્યું : ‘જેમ વૃક્ષ-વૃક્ષમાં ફેર હેાય છે, પુષ્પપુષ્પમાં ફેર હાય છે, તેમ પ્રાણીપ્રાણીમાં ફેર હાય છે. મનુષ્ય ખધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે, એટલે તેની સરખામણી શુદ્ર કાટિનાં પ્રાણીઓ સાથે થઇ શકે નિહ.”
અમે કહ્યું : ‘તમે ખધા પ્રાણીઓમાં મનુષ્યને શ્રેષ્ઠ શાથી માને છે ? '
યુવાને કહ્યું : ‘ મનુષ્યમાં મન છે, બુદ્ધિ છે, તેથી તેને બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠ માનીએ છીએ. મનુષ્ય પેાતાની બુદ્ધિ વડે સ્વાર્થ સમજી શકે છે અને તે માટે જરૂરી પ્રવૃત્તિ કરી શકે છે. ’
અમે કહ્યું : ‘ આના અથ તેા એ થયા કે અન્ય પ્રાણીએ નિઃસ્વાર્થી છે અને મનુષ્ય સ્વાર્થી છે. પણ સ્વાર્થી ચવુ, એકલપેટા થવું, એ કંઇ શ્રેષ્ઠતાનું લક્ષણ નથી. જે મનુષ્યા સ્વાર્થી બનીને બીજાનું અહિત કરે છે, મીજાને નુકશાન પહોંચાડે છે, તેને આપણે સારા કે શ્રેષ્ઠ કહેતા નથી, પણ અધમ કે નીચ કહીએ છીએ, ’
અહીં પેલા યુવાન કઈંક ખચકાયા. હવે નવી દલીલ શી કરવી, એ તેને સૂઝયું નહિ. અમે કહ્યું : - મહાનુભાવ ! તમે શિક્ષણ તેા સારું લીધું છે, પણ આપણા મહાપુરુષાએ શું કહ્યું છે, તે વાંચ્યુ–વિચાર્યું નથી. તમને સેકસપિયર; શૈલી કે મિલ્ટનનાં કાવ્યા વાંચવા ગમે છે, પણ આપણા સત પુરુષાએ કહેલાં સુભાષિત વાંચવા ગમતાં નથી. આપણાં એક સુભાષિતમાં કહ્યું છે. કેન્દ્રમાં