________________
આત્મા એક મોટા પ્રવાસી
૫૧
કાઈ માણુસ પગપાળા ચાલતા હાય, તે એક દિવસના વીશેક માઈલની મુસાફરી કરે અને એક મહિનામાં ૬૦૦ માઈલ ચાલે, બાર મહિને ૭૨૦૦ માઈલ પૂરા કરે. એ ૫૦ વર્ષ સુધી ચાલ ચાલ કરે તા ૩૬૦૦૦૦ માઈલની મુસાફી થાય.
જો મનુષ્ય રેલવે દ્વારા મુસાફરી કરતા હાય, તે કલાકના ૩૦ માઇલ કાપે, ચાવીશ કલાકમાં ૭૨૦ માઇલ જાય અને એક મહિના લાગટ મુસાફરી કરે તા ૨૧૬૦૦ માઇલનું અ ંતર વટાવે, જો તેની મુસાફરી આખા વર્ષ ચાલુ રહે તા ૨૫૯૨૦૦ ની મુસાફરી થાય. પચાસ વર્ષે તે ૧૨૯૬૦૦૦૦ માઈલની મુસાફી કરે.
વિમાનમાં મુસાફ્રી કરનાર કલાકના ૩૦૦ થી ૪૦૦ માઈલ કાપે છે. હવે નવા જેટ વિમાના નીકળ્યા છે, તે કલાકના ૬૦૦ માઇલની ઝડપે પ્રવાસ કરે છે. એટલે તેમાં પ્રવાસ કરનારા રેલ્વે કરતાં વીશ ગણે! વધારે પ્રવાસ કરે અને પચાસ વર્ષમાં ૨૫૯૨૦૦૦૦૦ પચીશ ક્રોડ બાણુ લાખ માઈલની મુસાફરી કરે. કદાચ તે સે વર્ષ સુધી પ્રવાસ કરે તે તેથી ખમણેા કરે એટલે ૫૧૮૪૦૦૦૦ એકાવન ક્રોડ ચેારાશી લાખ માઇલના પ્રવાસ થાય.
પણ આત્માના પ્રવાસ આગળ આ પ્રવાસ કઇ વિસા તમાં નથી. મનુષ્યનું શરીર છે।ડીને દેવલેાકમાં જનારા આત્મા કે દેવલાકમાંથી આવીને મનુષ્ય લેાકમાં આવનારા આત્મા આથી અસગંગણા વધારે પ્રવાસ કરે છે.