________________
આત્મા દેહ વિગેરેથી બિન છે
૪૯
પ્રકારનાં બળ, એટલે મનોબળ, વચનબળ અને કાયબળ, તથા શ્વાસે છૂવાસ અને આયુષ્ય. આ દશે પ્રાણુને ધારણ કરનારે તેનાથી ભિન્ન એ આત્મા છે અને તેના લીધે જ તે પ્રાણિન -પ્રાણને ધારણ કરનારે કહેવાય છે.
આમા મનથી જીદે છે. કેટલાક મનને જ આમાં માને છે, તે પણ વ્યાજબી નથી. મન વડે વિચાર કરી શકાય છે અને લાગણું તથા ઈચ્છાઓ પ્રદર્શિત કરી શકાય છે, પણ એ વિચાર કર. નારો અને લાગણી તથા ઈચ્છા પ્રદર્શિત કરનારો તેનાથી જુદે પડે છે અને તે આત્મા છે. આજના મને વિજ્ઞાને મનને ખૂબ ખૂબ અભ્યાસ કર્યા પછી જાહેર કર્યું છે કે આપણે જેના વડે વિચારો વ્યક્ત કરીએ છીએ, તે બાહ્ય મન છે. તેની અંદર એક બીજું મન રહેલું છે, જેને આંતરમન (subconcious mind) કહેવામાં આવે છે. વિચારો લાગણીઓ અને ઈચ્છાઓને મૂળ સ્રોત એમાંથી વહે છે. પરંતુ વૈજ્ઞાનિકેનું એ આંતરમન જૈન શાસ્ત્રકારોએ વર્ણવેલું ભાવમન છે, તેથી અતિરિક્ત બીજી કોઈ વસ્તુ નથી.
આ રીતે આત્મા દેહ, ઈન્દ્રિય, પ્રાણ તથા મનથી બિન વસ્તુ છે અને વેદાંત આદિ અન્ય દશ એ પણ તેને એ જ રૂપમાં સ્વીકાર કરે છે.
જ્યાં સુધી દેહ-ઇન્દ્રિયો વગેરેને આત્મા માનવાને બ્રમ ટળે નહિ, ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ શકય નથી.
* જૈન દર્શને મનના બે પ્રકાર માન્યા છે: (૧) મન અને (૨) ભાવમન. વિચાર કરવામાં જે પુગલચના નિમિતભૂત થાય તે દ્રવ્યમન અને આત્મા તે ભાવમન.