________________
આત્મા દેહ વિગેરેથી ભિન્ન છે
૪૧
થતી હોય તે તે બધાં પ્રાણીઓમાં–બધા છોમાં સરખી રીતે વ્યક્ત થવી જોઈએ, પણ તેમાં તરતમતા દેખાય છે. પંચંદિય (પચેન્દ્રિય ) પ્રાણીઓમાં એ શક્તિ જેટલા પ્રમાણમાં વ્યક્ત થાય છે, તેટલી ચઉરિદિય (ચતુરિન્દ્રિય) પ્રાણીઓમાં વ્યક્ત થતી નથી, ચઉરિદિય પ્રાણીઓમાં જેટલી વ્યક્ત થાય છે, તેટલી તેઈન્દ્રિય પ્રાણીઓમાં વ્યક્ત થતી નથી; તેઈન્દ્રિય પ્રાણીઓમાં જેટલી વ્યક્ત થાય છે, તેટલી બેઈન્દ્રિય (દ્વિદ્રિય) પ્રાણીઓમાં વ્યક્ત થતી
૧. જેને સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોન્દ્રિય એ પાંચ ઈન્દ્રિયે હેય છે, તે પંચિદિય-પંચેન્દ્રિય કહેવાય છે. મનુષ્ય એ પંચેન્દ્રિય પ્રાણી છે ઉપરાંત ગાય, ભેંસ, ઘેડા, હાથી વગેરે ભૂચરે, માછલા, કાચબા, મગર વગેરે જળચર અને કાગડા, કબૂતર, પિપટ, મેર વગેરે ખેચરે પણ પંચેન્દ્રિય પ્રાણુઓ છે.
૨. જેને પ્રથમની ચાર ઇન્દ્રિય હોય છે, તે ચઉરિદિયચતુરિન્દ્રિય કહેવાય છે. વળી, બગાઈ, ભમરા, ભમરી, તીડ, મચ્છર, ડાંસ, મસક, કંસારી, ખડમાકડી, વગેરે ચરિંદિય પ્રાણુઓ છે.
૩. જેને પ્રથમની ત્રણ ઈન્દ્રિો હોય છે, તે તે ઈયિત્રીન્દ્રિય કહેવાય છે. કાનખજૂરો, માંકડ, જૂ, કીડી, ઉધેઈ, મકોડા, ઇયળ, ધીમેલ, ગાય વગેરે પ્રાણ પર થતાં ગાંગડા, ચોરકીડા, છાણના કીડા, ગોકળગાય વગેરે ઇન્દ્રિય પ્રાણીઓ છે.
૪. જેને પ્રથમની બે ઇન્દ્રિય હોય છે, તે બેઈદ્રિય-તે ઇન્દ્રિયવાળા પ્રાણ કહેવાય છે. શંખ, કડા, ગંડલ (પેટના મેટા કૃમિ), જળો, ચંદનક, અળસિયાં, લાળિયા, કાષ્ઠના કીડા, પાણીના પિરા, ચુડેલ તથા છીપ વગેરે બેઈદિય પ્રાણીઓ છે.