________________
४०
આત્મતત્વવિચાર
કેવી દુર્દશા જે ભાવથી સકલ દુકાને અંત લાવનાર, મુક્તિ મોક્ષ કે પરમપદની સાધના થઈ શકે તેમ છે, તેનાથી કંઈ સધાતું નથી. ઉલટું દુર્ગતિનું ભાથું બંધાય છે અને ભવભ્રમણ અનેકગણું વધારી દેવામાં આવે છે !
“પાંચ જડ વસ્તુઓના સંયોગથી ચૈતન્યશક્તિ શી રીતે ઉત્પન્ન થાય?” એમ પૂછીએ તે ભૂતવાદીઓ કહે છે કે “જેમ મધનું–શરાબનું પ્રત્યેક અંગ-જેવું કે ધાવડીનું ફૂલ, ગોળ, પાણી એ કાઈમાં મદ્યશક્તિ દેખાતી નથી, છતાં જ્યારે તેને સમુદાય બની જાય છે, ત્યારે તેમાંથી મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે અને તે અમુક કાળ સ્થિર રહી વિનાશની સામગ્રી મળતાં નષ્ટ થઈ જાય છે, તેમ પૃથ્વી આદિ પ્રત્યેક ભૂતમાં ચિતન્યશક્તિ દેખાતી નથી, પણ જ્યારે તેને સમુદાય થાય છે, ત્યારે તે પ્રત્યક્ષ થાય છે અને અમુક કાળ સ્થિર રહી વિનાશની સામગ્રી મળતા નષ્ટ થઈ જાય છે.”
પરંતુ આ દાખલો બરાબર નથી. ધાવડીનાં ફૂલ, ગોળ, વગેરેમાં મધની ડી-ઘણી માત્રા રહેલી છે, તેથી જ તેનું સંયોજન થતાં મદ્યની શક્તિ ઉત્પન્ન થાય છે, જ્યારે ભૂતેમાં ચૈિતન્યની ઉત્પત્તિ થવાને સંભવ હરગીજ નથી. રેતીના કોઈ કણમાં તેમને અંશ નથી, તે રેતીના સમુદાયમાં તે કયાંથી સંભવે ? આજ સુધીમાં કેઈએ રેતી પીસીને તેલ કાઢયાનું જોયું છે–સાંભળ્યું છે? નહિ જ.
જે પંચભૂતના વિશિષ્ટ સંયોજનથી ચૈતન્યશક્તિ પેદા