________________
આત્મતત્વવિચાર
mom
નથી અને જેટલી બેઈદ્રિય પ્રાણીઓમાં વ્યક્ત થાય છે, તેટલી એબિંદિય (એકેન્દ્રિય) પ્રાણીઓમાં વ્યક્ત થતી નથી.
વળી મનુષ્ય-મનુષ્યમાં પણ શક્તિની તરતમતા જોવામાં આવે છે. એક પ્રખર બુદ્ધિશાળી હોય છે, તે બીજે અક્કલને બૂઠો હોય છે. એકની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હોય છે, તે બીજાને પચીસ વાર ગોખવા છતાં ય યાદ રહેતું નથી. એકમાં ચાલાકી-ચબરાકપણું ખૂબ દેખાય છે, તે બીજે તદ્દન ભેટ હોય છે.
જે ભૂતનાં પ્રમાણમાં ચિતન્યને આવિર્ભાવ સ્વીકારવામાં આવે તે જાડા માણસમાં વધારે ચેતન્ય હોવું જોઈએ અને પાતળા માણસમાં ઓછું ચૈતન્ય હોવું જોઈએ. પણ પરિસ્થિતિ તેથી ઉલટી જ જણાય છે. જાડા માણસોમાં સ્કુતિ કમ હોય છે અને બેઠા. ત્યાંથી ઉભા થવાનું મન કરતા નથી, જ્યારે પાતળા માણસોમાં કુતિ ખૂબ હોય છે અને તે ફરકડીની જેમ ફર્યા કરે છે.
જે ચૈતન્યનું કારણ પંચભૂતનું વિશિષ્ટ વ્યંજન છે, તે જીવનનું કારણ શું છે? એ પ્રશ્ન પણ ખડે થાય છે.
જે પંચભૂતનું વિશિષ્ટ સંયોજન એ જ જીવનનું કારણ
૧. જેને પ્રથમની એક એટલે માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે, તે એગિદિય-એકેન્દ્રિય પ્રાણુ કહેવાય છે. તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિનું શરીર ધારણ કરે છે. તેનાં વિશેષ વન માટે જવાજીવાભિગમ તથા પન્નવણાસૂત્ર જેવા જરૂરી છે. સામાન્ય માહિતી માટે જીવવિચાર તથા નવતત્વ પ્રકરણે પણ ઉપયોગી છે.