________________
આત્માનું અસ્તિત્વ
રાજા–એ લોઢાને ભારે ન છોડનાર કદાગ્રહી પુરુષ કોણ હતો ? અને તેને કેમ પસ્તાવું પડયું ?
આચાર્ય–હે રાજન ! અર્થના કામી કેટલાક પુરુષે સાથે ઘણું ભાતુ લઈને ચાલતાં ચાલતાં એક મોટી અટવીમાં આવી ચડ્યા, ત્યાં એક સ્થળે તેમણે ઘણાં લોઢાથી ભરેલી ખાણ જોઈ. આથી તે પરસ્પર કહેવા લાગ્યા કે આ લેડું આપણને ઘણું ઉપયોગી છે. માટે તેના ભારા બાંધી સાથે લઈ જવું સારું છે. પછી તેઓ એના ભારા બાંધી અટવીમાં આગળ ચાલ્યા, ત્યાં એક સીસાની ખાણ જોવામાં આવી. સીસું લેઢા કરતાં વધારે કિંમતી, એટલે બધાએ લેઢાના ભારાને છોડી નાખી સીસું બાંધી લીધું, પણ એક જણે પિતાને લેઢાને ભારે ન છેડ. સાથીઓએ તેને ઘણું સમજાવ્યા, ત્યારે તેણે કહ્યું કે “આ ભારે હું ઘણે દૂરથી ઉપાડી લાવ્યો છું અને તેને ઘણો મજબૂત બાંધે છે, માટે તેને મૂકીને સીસાને ભારે બાંધવા હું ઈચ્છતો નથી.”
હવે સથવારે અટવીમાં આગળ વધ્યા, ત્યાં અનુક્રમે ત્રાંબાની, રૂપાની, સેનાની, રત્નની તથા હીરાની ખાણે જોવામાં આવી. એટલે તેઓ ઓછા મૂલ્યવાળી વસ્તુઓના ભારા છોડતા ગયા ને વિશેષ મૂલ્યવાળી વસ્તુઓના ભારા બાંધતાં ગયા. એમ કરતાં તેઓ પિતાનાં નગરમાં પહોંચ્યા. ત્યાં તેમણે એ બહુમૂલ્ય હીરા વેવ્યા. આથી તેઓ ઘણા ધનવાન થઈ ગયા અને સુખેથી રહેવા લાગ્યા. પેલા કદાગ્રહી પુરુષે પિતાને લોઢાને ભારે વેચે, ત્યારે બહુ થોડા પૈસા મળ્યા. આથી તે ખેદ પામીને વિચાર કરવા લાગ્યો