________________
આત્મતત્વવિચાર
કે “મેં પણ મારા સાથીઓની જેમ લોઢાને ભારે છેડી વધારે સારી વસ્તુઓ લીધી હોત તો હું પણ તેમના જે વિભવ મેળવી શકત.' આ રીતે હે રાજન્ ! જે તું તારે કદાગ્રહ છોડીશ નહિ તે આ લેઢાને ભારે ઉચકી લાવનારની જેમ ખૂબ પસ્તાઈશ.
શ્રી કેશિકુમાર શ્રમણનાં આવા ઉપદેશથી પ્રદેશી રાજાને ખાતરી થઈ ગઈ કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે પોતે કરેલા પુણ્ય-પાપને બદલે અવશ્ય ભગવે છે, એટલે તેણે આચાર્યશ્રી પાસે ધર્મનું શ્રવણ કરી સમ્યક ત્વમૂલ શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા અને તે એનું વિધિપૂર્વક આરાધના કરવા લાગ્યો. હવે તેનું વલણ પૂરેપૂરું આધ્યાત્મિક થતાં તે ભેગથી વિમુખ થયો. આ વસ્તુ તેની રાણ સૂર્યકાંતાને પસંદ ન પડી, એટલે તેને ઝેર આપ્યું, છતાં તેણે છેવટ સુધી મનની સમાધિ બરાબર જાળવી રાખી અને મૃત્યુ બાદ સૂર્યાભ નામને દેવ થયા કે જેનું વર્ણન રાયપસેલુઈ સૂત્રમાં આવે છે.
આત્મા છે” એ ભારતીય તત્વજ્ઞાનની અમર ઘેષણ છે અને તે સાચી છે. તેને સ્વીકારમાં જ સર્વેનું કલ્યાણ રહેલું છે.
+ કઠોપનિષદમાં નચિકેતા અને યમને સંવાદ આવે છે, તે આત્માના અસ્તિત્વ પર સુંદર પ્રકાશ પાડે છે. સનતકુમાર અને નારદને સંવાદ પણ આમાના સ્વતંત્ર અસ્તિત્વની પુષ્ટિ કરે છે. મનુસ્મૃતિના બારમા અધ્યાયમાં કહ્યું છે કે Öવામપિ ચેતેષામામંજ્ઞા ઘર મૃતમ્ સવ જ્ઞાનમાં શ્રેષ્ઠ આત્મજ્ઞાન છે.”