________________
ર
આત્મતત્વવિચાર
અને જેનો સ્પર્શ જ થઈ શકતો નથી, કે જેને કોઈપણ રીતે પકડી શકાતું નથી, તેનું વજન શી રીતે થઈ શકે ?
રાજા–હે તે ! એક વાર મેં દેહાંતદંડથી શિક્ષા પામેલા એક ચારના શરીરના બારીક ટુકડા કરાવીને જોયું કે તેમાં આત્મા કયાં રહેલું છે ? પણ મને તેમાંના કેઈ ટુકડામાં આત્મા દેખાય નહિ, તેથી જીવ અને શરીર જૂદા નથી, એવી મારી ધારણા પુષ્ટ થઈ.
આચાર્ય–હે રાજન્ ! અરણીનાં લાકડામાં અગ્નિ રહે છે, એ વાત જગપ્રસિદ્ધ છે, પણ તે જોવા માટે તેને નાના નાના ટુકડા કરવામાં આવે ને પછી તપાસવામાં આવે કે અગ્નિ કર્યાં છે, તે શું એ દેખાય ખરો ? એ વખતે અગ્નિ દેખાય નહિ, તે શું એમ કહી શકાય કે તેમાં અગ્નિ નથી? જે કંઈ એવું કથન કરે તે અવિશ્વસનીય જ ગણાય. તે રીતે શરીરના ટુકડામાં આત્મા ન દેખાય, માટે તે નથી, એમ માનવું એ પણ છેટું જ ગણાય.
રાજા–હે ભંતે ! જીવ અને શરીર એક જ છે, એમ હું એકલો જ માનતા નથી, પણ મારા દાદા અને મારા પિતા પણ એમ જ સમજતા આવ્યા હતા, એટલે મારી એ સમજ કુલપરંપરાની છે, તેથી એ સમજ હું કેમ છેડી શકું?
આચાર્ય–હે રાજન્ ! તારી એ સમજને તું નહિ છોડે તો પેલે લેઢાને ભારે ન છોડનાર કદાગ્રહી પુરુષની પેઠે તારે પસ્તાવું પડશે.