________________
wwwwwwwwwww
આત્માનું અસ્તિત્વ હેવાથી સર્વત્ર પેસી શકે છે. એટલે કુંભમાં તે જે જીવ જયા, તે બહારથી પેઠેલા છે.
રાજા–હે ભંતે! એકવાર મેં એક જીવતા ચારને તળાવ્ય, પછી તેને મારી નાખીને ફરીવાર તે, તે તેના વજનમાં જરા પણ ફરક ન પડશે. જે જીવ અને શરીર જૂદા હેય, તે જવા નીકળી જતાં તેનાં શરીરમાંથી કંઈક વજન તે ઓછું થવું જોઈએ ને ? પણ તેમ બનતું ન દેખાયું, એટલે જવ અને શરીર એક જ છે, એમ હું માનું છું.
આચાર્ય હે રાજન ! તે પહેલાં કોઈવાર ચામડાની મશકમાં પવન ભરેલો છે ખરો ? અથવા ભરાવેલ છે ખરે? ચામડાની ખાલી મશક અને પવન ભરેલી મશક એ બંનેનાં વજનમાં કંઈ ફેર પડે છે ખરો ? રાજા–ના, ભતે ! કંઈ ફેર પડતો નથી.
આચાર્ય–હે રાજન્ ! પવન ભરેલી ખાલી ચામડાની મશકનાં વજનમાં કંઈ ફેર પડતો નથી, તેથી એમ કહેવાશે ખરું કે એ મશકમાં પવન જ ન હતો ? આમ કહેવું એ વાસ્તવિકતાથી વિરૂદ્ધ હેઈ અપ્રામાણિક છે.
હે રાજન્ ! વજન કે ગુરુત્વ એ પુદ્ગલને જડને ધર્મ છે અને તે વ્યક્ત થવા માટે સ્પર્શની અપેક્ષા રહે છે. એટલે કે એક વસ્તુને જ્યાં સુધી સ્પર્શ થાય નહિ કે તેને કઈ રીતે પકડી શકાય નહિ, ત્યાં સુધી તેનું વજન થઈ શકતું નથી. તે પછી જે પદાર્થ પુગલથી સર્વથા ભિન્ન છે