________________
આત્મતત્વવિચાર
સામર્થ્ય જીવમાં રહેલું છે, માટે તેને ગમે ત્યાં પૂરવામાં આવે તે પણ તે બહાર નીકળી શકવાને.
રાજા–હે ભંતે! જીવ અને શરીર જૂદા નથી, એવી મારી ધારણાને ટેકો આપતે બીજે પણ પૂરા સાંભળે. મારા કોટવાલોએ પકડી લાવેલા એક ચોરને મેં મારી નાંખે અને તેને લોઢાની કુંભમાં પૂર્યો. તેના ઉપર મજબૂત ઢાંકણું બેસાડયું અને તેને રેવરાવી, તેના પર પાકી ચકી બેસાડી દીધી. પછી વખત જતાં એ કુંભી ઉઘાડીને જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. તે કુંભમાં કયાંય પસવાનું સ્થાન નહોતું, છતાં તેમાં એટલા બધા કીડા કયાંથી આવી ગયા? એટલે હું તે એમ જ સમજુ છું કે જીવ અને શરીર એક જ છે અને તે બધાં શરીરમાંથી જ નીપજ્યા હોવા જોઈએ.
આચાર્ય હે રાજન! તે કોઈ વાર ધમેલું લોઢું જોયું છે ? અથવા કોઈ વાર લેતું ધમાવેલું છે ખરું?
રાજા–હા, ભતે ? મેં ઇમેલું લેવું જોયું છે અને જાતે ધમાવેલું પણ છે.
આચાર્ય-એ લેડું અગ્નિમય લાલચોળ થઈ ગયું હોય છે, એ વાત સાચી ?
રાજા–હા, ભંતે! એ વાત સાચી છે.
આચાર્ય–હે રાજન! એ નક્કર લોઢામાં અગ્નિ શી રીતે પેઠે? તેમાં જરા જેટલું યે કાણું ન હોવા છતાં જેમ તેમાં અગ્નિ પેસી શક્યા, તેમ જીવ પણ અતિશીવ્ર ગતિવાળો.