________________
આત્માનું અસ્તિત્વ
મૂકી તેના પર બરાબર દેખરેખ રાખી થોડા દિવસ પછી તે કુંભીને લાવીને જોયું, તે પેલા પુરુષને મરેલે જોયો. જે જીવ અને શરીર જુદા હોય તે એ પુરુષને જીવ કુંભમાંથી બહાર શી રીતે જાય? કુંભીને કોઈ પણ સ્થળે તલમાત્ર જેટલું ચે કાણું ન હતું. જે એવું કાણું હોય તે એમ માનતા કે એ રસ્તે જીવ બહાર નીકળી ગયે, પણ કુંભી કયાંયથી કાણી ન હતી. માટે જીવ અને શરીર બંને એક જ છે અને શરીર અક્રિય થતા જીવ પણ અક્રિય થાય છે, એમ મારું માનવું બરાબર છે.
આચાર્ય હે રાજન ! એમ સમજ કે શિખરના ઘાટની ઘુમ્મટવાળી એક મોટી એરડી હોય, જે ચારે કોર લી પેલી હોય, જેનાં બારણાં સજજડ વાસેલાં હોય અને જેમાં જરા જેટલીયે હવા પણું પેસી ન શકે તેવી હોય, તેમાં કઈ પુરુષ ભેરી અને એને વગાડવાને દંડે લઈને પેસે, પેસીને એનાં બારણું બંધ કરે, પછી તે ભેરીને મોટેથી વગાડે તે એ ભેરીને અવાજ બહાર નીકળે ખરો? રાજા–હા, ભંતે! નીકળે ખરો. આચાર્ય—એ ઓરડીમાં કયાંય કાણું છે ? રાજા–ના, ભંતે! એ ઓરડીમાં કયાંય કાણું નથી.
આચાર્ય–હે રાજન્ ! જે પ્રમાણે એ વગર કાણાની ઓરડીમાંથી અવાજ બહાર નીકળી શકે છે, તેમ વગર કાણાની કુંભીમાંથી જીવ પણ બહાર નીકળી શકે છે. અર્થાત ધાતુ, પથ્થર, ભીંત, પહાડ વગેરેને ભેદીને જવાનું