________________
આત્મતત્ત્વવિચાર
તે પણ આવી શકે નહિ. સ્વર્ગમાં તાજે ઉત્પન્ન થયેલો દેવ મનુષ્યલોકમાં આવવા તે ઈચ્છે છે, પણ ચાર કારણોને લીધે તે અહીં આવી શકતો નથી, એક તો એ દેવ સ્વર્ગમાં દિવ્ય કામસુખોમાં ખૂબ મશગુલ બની જાય છે અને માનવી સુખમાં તેની રુચિ રહેતી નથી. બીજું, એ દેવનો મનુષ્ય સાથે સંબંધ તૂટી ગયેલ હોય છે અને દેવદેવીઓ સાથેને ના પ્રેમસંબંધ તેમાં સંક્રમેલો હોય છે. ત્રીજું, દિવ્ય સુખમાં પડેલો એ દેવ અબઘડી જાઉં છું. અબઘડી જાઉં છું.” એમ વિચારે છે. ત્યાં તો કેટલેય કાળ વહી જાય છે અને મનુષ્યલકના અપાયુષી સંબંધીઓ મરી ગયેલાં હોય છે, કારણ કે દેવની ઘડી એટલે આપણું હજારે વર્ષ ચોથું, મનુષ્યલકની દુર્ગધ ઘણી હોય છે. તે ઉપર ચાર પાંચસે જન સુધી ફેલાય છે, તેને દેવ સહી શકતું નથી, એટલે વર્ગમાં ગયેલે પ્રાણી અહીં આવી શકતું નથી. આ પરથી તું સમજી શકયા હાઈશ કે તારી દાદી દેવરૂપે અહી આવી શકી નહિ, તેનું કારણ સ્વર્ગનાં મજશોખ તરફની અભિરુચિ છે, નહિ કે સ્વર્ગ નામની ગતિ નથી.
રાજા–જીવ અને શરીર જુદા નથી તે માટે એક બીજો પુરાવો પણ સાંભળો. હું રાજસભામાં સિંહાસન પર બેઠે હતો, મંત્રી વિગેરે પરિવાર બાજુમાં બેઠા હતા, તે વખતે કોટવાળ એક ચારને પકડી લાવ્યા, મેં તે ચારને જીવત ને જીવતા લોઢાની કુંભમાં પૂરી દીધો ને તેના પર લોઢાનું સજજડ ઢાંકણું ઢાંકી દીધું, તેને લેઢા અને સીસાનું રેણુ કરાવી દીધું અને તેના પર મારા વિશ્વાસુ સૈનિકો