________________
આત્માનું અસ્તિત્વ
હતી. વળી તે જીવ-અછવ વિગેરે તને જાણનારી હતી અને સંયમ તથા તપ વડે પિતાના આત્માને ભાવિત કરતી હતી. મારી આ દાદી મરણ પામે અને તમારા કહેવા પ્રમાણે એ વર્ગમાં ગયેલી હોવી જોઈએ. એ દાદીને હું ઘણે વહાલે પૌત્ર હતું. તે મને જોઈને ઓછી ઓછી થઈ જતી હતી. તેણે સ્વર્ગમાંથી આવીને મને એમ કહેવું જોઈતું હતું કે “હે પત્ર! તું પણ મારા જેવા ધાર્મિક થજે, જેથી તેને સ્વર્ગનાં સુખ પ્રાપ્ત થશે. પણ તે હજી સુધી મને એવું કહેવા આવી નથી, એટલે નરકની જેમ વર્ગની વાત પણ મારા માન્યામાં આવતી નથી. તેથી જીવ અને શરીર જુદાં નહિ પણ એક જ છે, એવી મારી માન્યતા દઢ થયેલી છે.
આચાર્ય–હે રાજન્! માની લે કે તું દેવમંદિરમાં જવા માટે નાખેલે છે, ભીનાં કપડાં પહેરેલાં છે, તારા હાથમાં કળશ-ધૂપદાન રહેલું છે, અને તું દેવમંદિરમાં જવા માટે પગલાં ઉપાડે છે, ત્યાં પાયખાનામાં બેઠેલ કોઈ પુરુષ તને એમ કહે કે “તમે અહીં પાયખાનામાં આવે, બેસો, ઉભા રહે અને ઘડીક શરીર લાંબુ કરો.” તે હે રાજન ! તું એ વાતને સાંભળે ખરો ?
રાજા–હે ભલે હું એ વાતને બિલકુલ સાંભળું નહિ. પાયખાનું ઘણું ગંદુ હોય છે, એવી ગંદી જગામાં કેવી રીતે જઈ શકું?
આચાર્ય–હે રાજન્ ! એ જ પ્રમાણે દેવ થયેલી તારી દાદી અહીં આવી તને પિતાનાં સુખે કહેવાને ઈચ્છ,