________________
અયવસાય
આપવું. તરાને પાણી પાવું એ પુણ્યનું કામ છે, પણ આત્માને ઉદ્ધાર કર હોય, આત્માને કમની કુટિલ જંજીરોમાંથી મુક્ત કરવો હોય તે સંવર અને નિર્જરા એટલે સંયમ અને તપને માગ ગ્રહણ કરવો જોઈએ, પણ આ વસ્તુમાં તેની શ્રદ્ધા રહી નહિ. તેણે પિતાની માન્યતા અનુસાર એક સુંદર વાવ બનાવી અને તેની ચારે બાજુ અન્નછત્ર, આરામગૃહ વગેરે બનાવ્યાં. તેને ધીમે ધીમે એ વાવ પર આસક્તિ થઈ અને અંત સમયે પણ તેનું મન એ વાવમાં ભરાઈ રહ્યું. તેથી મરવું બાદ એ જ વાવમાં તે દેડકારૂપે ઉત્પન્ન થયા.
એ દેડકો પાણીના મેલ વગેરેથી પિતાની આજીવિકા કરે છે અને કાલ નિર્ગમન કરે છે. એવામાં તેણે વાવમાં પાણી ભરવા આવનાર પનિહારીઓના મુખેથી સાંભળ્યું કે “શ્રમણ ભગવાન મહાવીર નજીકમાં પધાર્યા છે અને તેમનાં દર્શન કરવા હજારો માણસે જઈ રહ્યા છે.” આ શબ્દો સાંભળતાં જ તેના મનમાં એ અધ્યવસાય ઉત્પન્ન થયે કે “મેં આવું નામ કયાંક સાંભળેલું છે. તેના પર વારંવાર ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને પોતે મહાવીર પ્રભુ પાસે વ્રતે ગ્રહણ કર્યા હતાં, તેમાં શિથિલતા આવી, વાવ બંધાવવાનો મને રથ ઉત્પન્ન થયા અને તેની આસક્તિથી મારી આ હાલત થઈ, વગેરે બાબતેને ખ્યાલ આવી ગયે. આથી તેણે એ વિચાર કર્યો કે “હું પણ મહાવી૨. પ્રભુનાં દર્શન કરું”
દેવ-ગુરુનાં દર્શન-સમાગમને વિચાર એ શુભ અયવસાય કહેવાય. તેનાથી પ્રાણીને શુભ કર્મને બંધ થાય અને