________________
૪૭૮
આત્મતત્વવિચાર
આ રીતે વાત કરતા તેઓ ત્યાંથી પસાર થઈ ગયા, થોડીવાર શ્રેણિક રાજા ત્યાં આવ્યા અને તેમણે ધ્યાનમગ્ન મુનિવરને વંદન કર્યું. પછી તેઓ પ્રભુ મહાવીરની સમીપે પહોચી તેમની ધર્મદેશના સાંભળવા લાગ્યા. ત્યાં અવસર જોઈને તેમણે પૂછયું કે “હે પ્રભો ! મેં ૨૨તામાં ધ્યાનમગ્ન પ્રસન્નચંદ્ર રાજવિને વાંદ્યા. તેઓ એ સ્થિતિમાં કદી કાલધર્મ પામ્યા હતા તે કઈ ગતિએ જાત? પ્રભુએ કહ્યું “સાતમી નરકમાં.”
ક્ષણવાર પછી તેમણે ફરી પ્રશ્ન કર્યો. “હે પ્રભો ! પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ કદી હમણાં કાલધર્મ પામે તે કઈ ગતિમાં જાય ?' પ્રભુએ કહ્યું: “તે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય.” અને ક્ષણ પછી તે ત્યાં દુંદુભિ વાગવા લાગી અને જયનાદ થવા લાગ્યા, એટલે શ્રેણિક રાજાએ પૂછયું: “હે પ્રભો ! આ દુંદુભિ શેની વાગી? અને જયનાદ શેનો થાય છે ?
પ્રભુએ કહ્યું : હે રાજન્ ! પ્રસન્નચંદ્ર શાષિને કેવળજ્ઞાન થયું, તેથી દેવ દુંદુભિ વગાડે છે અને જયનાદ કરે છે.
પ્રભુ મહાવીરે કહ્યું: “રાજન્ ! તું અહીં વંદન કરવાને આવી રહ્યો હતો, ત્યારે તારી સવારીના મોખરે ચાલનારા બે સિપાઈઓએ પ્રસન્નચંદ્ર રાજર્ષિ વિષે અરસપરસ વાત કરી, અને તે તેમના સાંભળવામાં આવી, એટલે તેઓ ધ્યાન ચૂક્યા.
* વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ એ પાંખ વિમાનો સહુથી ઊંચે આવેલાં છે. તે સવથી શ્રેષ્ઠ હોવાને લધે અનુત્તર કહેવાય છે.