________________
ખમવસાયા
४७७
આ આચાર છે. જે રાજા હોય તો એ પૂશ ઠાઠથી જાય, જેથી બીજા આત્માઓને પણ દર્શનની ભાવના જાગે.
શ્રેણિક રાજા મોટી સવારી કાઢીને પ્રભુના દર્શને ચાલ્યા. તેમાં અનેક હાથી હતા, અનેક ઘેડા હતા, ૨થ અને પાયળને પાર ન હતો. આ સવારીના મોખરે બે સિપાઈઓ ચાલતા હતા. તેમાં એકનું નામ સુમુખ હતું અને બીજાનું નામ દુર્મુખ હતું.
તેમણે ઉદ્યાનના છેડે ધ્યાન ધરી રહેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને જેયા, એટલે સુમુખ બેલ્ય : “જોયા આ મુનિવર ? તેમણે કેવું ઉગ્ર ધ્યાન ધર્યું છે? આવું ધ્યાન તે કોઈક જ ઘર, એટલે હું તેમને વારંવાર ધન્યવાદ આપું છું.”
આ શબ્દો સાંભળી દુર્મુખે કહ્યું: “હા, જેયા એ મુનિવર! એમને હું બરાબર ઓળખું છું. એ છે પિતનપુરના રાજા પ્રસન્નચંદ્ર. એમણે પોતાના દૂધ પીતાં બાળક પર રાજયને ભાર નાખી આ રસ્તો લીધો છે, પણ પાછળ હાલત કેવી થઈ છે, તેની એમને શી ખબર ! એમણે જે મંત્રીઓને રાજ્યને કારભાર સેંગ્યો હતો, તેમની દાનત બગડી છે અને તેઓ રાજ્ય હસ્તગત કરવા અનેક પ્રકારના કાવતરાં કરી રહ્યા છે. એમનાં અંતઃપુરની બધી રાણીઓ આજ કારણે નાસી છૂટી છે અને બાળરાજા તેમના કબજે પડ્યો છે, એટલે બિચારાનું આજકાલમાં કાસળ કાઢી નાખશે ! જે પિતા પોતાના પુત્રનાં હિતમાં બેદરકાર રહે, તેને હું અધર્મી, પાપી સમજું છું અને તેને સેંકડો વાર ધિક્કારું છું.”
ની
તપુરની
કબજે
જ પિ