________________
૪૭૬
આત્મતત્ત્વવિચાર
માટુ' છે. જો અધ્યવસાય શુભ હોય તેા જીવન ઉત્તમ પ્રકારે ઘડાય અને અશુભ હોય તે ખરાબી થવામાં કંઈ બાકી રહે નહિ. અધ્યવસાયાથી જ ચડવાનું' છે અને અધ્ય વસાચેાથી જ પડવાનું છે, એ વાત તમારાં મનમાં ખરાખર હસવી જોઇએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા સાંભળેા, એટલે તમને આ વાતની પૂરી પ્રતીતિ થશે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા
એક વાર ત્રિભુવનતારક જગદ્ય ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં સમવસર્યાં. તેમની સાથે તપસ્વી, જ્ઞાની અને ધ્યાની મુનિવરાના માટેા સમુદાય હતા. તેમાં પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિ ધ્યાનના અભ્યાસી હતા. તેએા માટા ભાગે પેાતાના સમય ધ્યાનમાં જ વ્યતીત કરતા હતા. તેમણે ઉદ્યાનના એક છેડે ધ્યાન લગાવ્યું, તેમાં એક પગે ઊભા રહ્યા, અને હાથ ઊંચા રાખ્યા અને ષ્ટિ સૂર્યની સામે સ્થાપન કરી. આગળ આવાં ઉગ્ર ધ્યાનાના આશ્રય ઘણા લેવાતા, આજે એ પ્રવૃત્તિ મંદ છે, વધારે સ્પષ્ટ કહીએ તે અતિ મ' છે.
શ્રેણિક રાજાને ઉદ્યાનપાલક દ્વારા સમાચાર મળ્યા સર્વ જ્ઞ અને સવ દર્શી એવા શ્રમણ ભગવાન મહાવીરસ્વામી નગર બહાર ઉદ્યાનમાં સમવસર્યાં છે, એટલે તેમણે પેાતાના પુત્રપરિવાર સાથે દર્શને જવાની તૈયારી કરી. દેવ કે ગુરુનાં દર્શને જવું હોય તેા હૃદયમાં ઉલ્લાસ ધારણ કરવા જોઇએ અને વસ્ત્રાલ કાર પણુ રૂડી રીતે પહેરવાં જોઈએ. ગૃહસ્થાના