________________
આત્મતરવવિયા
અgણ પ્રકાશરૂપ ઉદ્યોત કરે. જ્યોતિષીના વિમાનના જીવો આ પ્રકારના હોય છે. વળી ખદ્યોત એટલે આગિયા અને કેટલીક વનસ્પતિ વગેરેના છે પણ આ પ્રકારના હોય છે. યતિ અને દેવનાં ઉત્તરક્રિય શરીરમાં પણ ઉદ્યોતનામકર્મને ઉદય હોય છે.
શ્વાસોશ્વાસનામકર્મ : આ કર્મના ઉદયથી જીવને શ્વાસ છુવાસ (ઊંચો શ્વાસ અને નીચે શ્વાસ ) લેવાની લબ્ધિ પ્રાપ્ત થાય છે.
નિમણુનામકર્મ : આ કર્મના ઉદયથી જીવ અંગોપાંગનું નિર્માણ કરે છે.
તીર્થકર નામકર્મ આ કર્મના ઉદયથી છવ ત્રણે ભુવનને પૂજનીય થાય છે, તથા ત્રીશ અતિશય, પાંત્રીશ ગુણવાળી વાણી તથા અષ્ટ મહાપ્રતિહાર્યથી યુક્ત બને છે. તીર્થંકરનામ કમને ઉદય કેવલજ્ઞાન પામે ત્યારે થાય, પણ પહેલાં ન થાય.
સ્થાવરદશક અને ત્રસદશક એ બે પ્રતિપક્ષી છે. એટલે તેને વિચાર સાથે કરીશું. તે વિના એ બરાબર સમજાશે નહિ. સ્થાવરનામકર્મથી શરૂ થતી ૧૦ પ્રકૃતિએ તે સ્થાવરદશક અને વ્યસનામકર્મથી શરૂ થતી ૧૦ પ્રકૃતિએ તે વસદશક. બંનેની કુલ ૨૦ પ્રકૃતિએ થાય.
સ્થાવરનામકર્મથી જીવને સ્થાવરપણું પ્રાપ્ત થાય. તે એક સ્થાનેથી બીજા સ્થાને ગમનાગમન કરી શકે નહિ. વસનામકર્મથી જીવને ત્રાસપણું પ્રાપ્ત થાય. તે એક સ્થાનેથી બીજાં સ્થાને ગમનાગમન કરી શકે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય