________________
માઠક
જે પ્રકૃતિ એકલી હેય પણ પિંડરૂપ ન હોય તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય. તેના આઠ પ્રકારો છેઃ (૧) અગુરુલઘુ (૨) ઉપઘાત, (૩) પરાઘાત, (૪) આતપ, (૫) ઉદ્યોત, (૬) શ્વાસે. છુવાસ, (૭) નિર્માણ અને (૮) તીર્થકર.
અગુરુલઘુનામકર્મ : આ કર્મના ઉદયથી જીવને અતિ ભાર પણ નહિ અને અતિ હલકું પણ નહિ, એવું સમ શરીર પ્રાપ્ત થાય.
ઉપઘાતનામકર્મ : આ કર્મના ઉદયથી જીવ ચોર. દાંત, રસેલી, વધારે આંગળાં, એાછાં આગળ વગેરેથી ઉપઘાત પામે, દુઃખ પામે.
પરાઘાતનામ કમ : આ કર્મના ઉદયથી જીવ પિતાની હાજરી અથવા વચનબલ વડે બીજા પર પોતાનો પ્રભાવ પાડી શકે છે.
આપના મકમ : આ કર્મના ઉદયથી જીવનું શરીર તાપયુક્ત હોય. સૂર્યનાં વિમાનમાં પૃથ્વીકાયના જીવે છે, તેમનું શરીર શીતળ હોવા છતાં દૂરથી તે બીજાને તાપ કરે છે. તેમને આ આતપનામકર્મને ઉદય જાણ. તેમના સિવાય બીજા જીવોને આતપનામકર્મને ઉદય હોતો નથી. અહીં કોઈ પ્રશ્ન કરે કે “અગ્નિમાં રહેલા અને આતપ નામકર્મનો ઉદય હોય કે નહિ ? તેને ઉત્તર એ છે કે તેમને આતપનામકર્મને ઉદય હેતે નથી, ઉણપને અને રાતા વર્ણને ઉદય હોય છે.”
ઉદ્યોતનામકર્મ આ કર્મના ઉદયથી જીવનું શરીર