________________
આત્મતત્વવિચાર
શકાય. જે વસ્તુ અરૂપી છે, નજરે દેખી શકાય તેવી નથી, તેને દેખવા માટે મહેનત કરવી પડે છે, ભેજું કરવું પડે છે અને તેની જાણકારને સહવાસ પણ સેવવો પડે છે. જો આટલી તૈયારી હોય તે આત્માને દેખવાનું-આત્માની પ્રતીતિ કરવાનું કામ જરા યે અઘરૂં નથી.
આ દુનિયામાં વસ્તુ કે પદાર્થ નજરે દેખાય છે, તેને જ આપણે માનીએ છીએ એવું નથી, જે વસ્તુ કે પદાર્થ દેખાતા નથી, પણ તેનું કાર્ય દેખાય છે, તેને પણ આપણે માનીએ છીએ.
“અહીં ૫૦૦૦ વર્ષ પૂર્વે મોહન-જો-ડેરે નામનું શહેર હતું, તેના રસ્તા વિશાળ હતા, ઘરો સુંદર હતાં અને તે બાગબગીચાવાળું હતું. એવું આજના એના દેખાવ ઉપરથી માલમ પડે છે, પણ તેને કારીગર દેખાતે નથી. આ નગરને બનાવનાર જરૂર હતું, પણ તે આજે દેખાતું નથી, તેનું નામનિશાન નથી, છતાં એ બનાવનારની સાબિતી તેનાં કાર્ય ઉપરથી થાય છે.
પવન કે વાયુ નજરે કણ જોઈ શકે છે? પણ વૃક્ષની ડાળીઓ હાલવા લાગે કે મંદિરની ધજા ફરકવા માંડે તે સહુ કોઈ બોલી ઉઠે છે કે “વાયુ વાય છે.” તાત્પર્ય કે
જૈન દર્શને પ્રમાણુના બે પ્રકારે માનેલા છે, પ્રત્યક્ષ અને પરોક્ષ, તેમાં પરાક્ષ પ્રમાણુના પાંચ ભેદ છે. (૧) રમણ, (૨) પ્રત્યભિજ્ઞાન, (૩) તક, (૪) અનુમાન અને (૫) આગમ. એક ચાર્વાક સિવાય બીજા બધાં દર્શનેએ અનુમાન-પ્રમાણને સ્વીકાર કરેલો છે, એટલે અનુમાન વડે જે જ્ઞાન થાય તે પણ પ્રમાણભૂત છે.