________________
આત્માનું અસ્તિત્વ
૧ જીવ છે, જે તે નિત્ય છે, ૩ તે કર્મ કર્યા છે, તે કર્મ ફળને ભોક્તા છે, ૫ મોક્ષ છે અને તેને ઉપાય પણ છે.”
એટલે જે “જીવ છે” એમ માને છે, અર્થાત્ આત્માનુ અસ્તિત્વ સ્વીકારે છે, તેને જ સમ્યકત્વ સ્પશી શકે છે, બીજાને નહિ.
જો જીવ કે આત્મા જેવી કોઈ સવતંત્ર વસ્તુને સ્વીકાર કરવામાં ન આવે તે પુણ્ય-પાપને વિચાર નિરર્થક ઠરે, સ્વર્ગ નરકની વાતે પણ નિરર્થક ઠરે અને પુનર્જન્મ કે પરલોકની વાતે અર્થહીન બની જાય. એટલે આત્માના અસ્તિત્વનો સ્વીકાર એ આત્મવાદ કે મોક્ષવાદના પાયાની પહેલી ઈટ છે, અને તેથી જ પ્રથમ વિચારણે તેની કરવામાં આવે છે.
કેટલાક સમજદાર અને ભણેલા ગણેલા માણસો આત્માનાં અસ્તિત્વને સ્વીકાર કરતા નથી.* તેઓ કહે છે કે “આત્મા દેખાતું નથી, તેને શી રીતે માનીએ? જે દેખાડો તે માનવા તૈયાર છીએ. પરંતુ આત્મા એ લોઢાંલાકડાં જેવી વસ્તુ નથી કે તેને હાથમાં પકડીને દેખાડી
* આજને શિક્ષિત વર્ગ મેટા ભાગે વૈજ્ઞાનિક મંતવ્ય અનુસરે છે અને વૈજ્ઞાનિક મંતવ્ય આત્મા જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ હેવાને ઇનકાર કરે છે. પરંતુ હવે એ પરિસ્થિતિમાં પલટો આવ્યો છે. પ્રે. આલબર્ટ આઈટીન, સર એ. એસ. એડિગ્ટન, સર જેમ્સ જીન, સર જે. એ. થેમસન, પ્રે જે. બી. એલ. હેલ્ડન વગેરે પ્રકૃતિમાં સ્વતંત્ર ચેતન હેવાને સ્વીકાર કરવા લાગ્યા છે. ધી ગ્રેટ ડીઝાઈન નામનાં પુસ્તકમાં તેમના ચેતનાવિષયક અભિપ્રાયોનો સંગ્રહ પ્રસિદ્ધ થયેલ છે.