________________
૪૫૮
આત્મતત્વવિચાર મત માગનાર કઠિયારાની વાત એક કઠિયારો હતો. તે આખો દિવસ મહેનત-મજૂરી કરીને લાકડા ભેગા કરતો અને બજારમાં વેચતો, ત્યારે માંડ માંડ તેનું પેટ ભરાતું. તેની પાસે કોઈ જાતની મિલક્ત ન હતી. પહેરવા માટે પૂરતાં વસ્ત્ર પણ ન હતા. એક કપડાની લંગોટી વાળ અને પિતાનું કામ ચલાવતે. તે ગામ બહાર એક ફૂટીફૂટી ઝૂંપડીમાં રહેતે.
અનુક્રમે તે એંશી વર્ષ થયા, ત્યારે શરીરે અશક્ત બની ગયો અને તેનાથી કંઈ પણ કામકાજ થઈ શકે એવી સ્થિતિ રહી નહિ. ત્યારે એ જંગલમાં ઊભો રહીને ભગવાન પાસે મત માગવા લાગ્યા, હે ભગવન્! હવે તે મોતને મોકલો તે સારું.”
આ જંગલમાં આંબલીનું એક ઝાડ હતું તેમાં એક ભૂત રહેતું હતું. ભૂતને આપણે વ્યંતર જાતિને દેવ માનીએ છીએ. એ દેવનું જીવન મનુષ્ય કરતાં ઘણું સુખી હોય છે, કોઈ જાતની ઉપાધિ હોતી નથી. વ્યંતરોના ઉપભોગ માટે સુંદર દેવીએ હોય છે અને તેઓ ઓછામાં ઓછું દશ હજાર વર્ષનું આયુષ્ય ભોગવે છે.
ભૂતે કઠિયારાની માંગણી સાંભળી, એટલે તેને પરીક્ષા કરવાનું મન થયું. એ તે વૈકિય શરીરવાળું એટલે ક્ષણમાત્રમાં ધાર્યું રૂપ કરી શકે, તેણે પિશાચનું બિહામણું રૂપ ધારણ કર્યું અને “ખાઉં ખાઉં” કરતું સામે આવ્યું. એને જોતાં જ કઠિયારો ખૂબ ગભરાઈ ગયો, છતાં હતી તેટલી હિંમત એકઠી કરીને તેને પૂછયું કે તમે કોણ છો?”