________________
આટકમાં
૪૫૭
છે. ડેડમાં પૂરાયેલા ચારને તેની મુદત પૂરી થાય ત્યાં સુધી તેમાં રહેવું જ પડે છે. તેમ આત્માએ જે આયુષ્ય માંધ્યુ. હાય, તે પૂરુ થાય ત્યાં સુધી, તેને એક શરીરમાં રહેવું જ પડે છે. આયુષ્યકમની ઉત્તર પ્રકૃતિએ ચાર છે: (૧) દેવતાનું આયુષ્ય, (૨) મનુષ્યનું આયુષ્ય, (૩) તિય ચનું આયુષ્ય અને (૪) નરકનું આયુષ્ય.
દેવતાનાં આયુષ્યને કારણે જીવ દેવલેાકમાં ઉત્પન્ન થાય છે અને દેવતાનું જીવન ભાગવે છે. મનુષ્યનાં આયુષ્યને કારણે જીવ મનુષ્યલેાકમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યનું જીવન ભાગવે છે. તિયચનાં આયુષ્યનાં કારણે જીવ તિય ́ચ ગતિમાં ઉત્પન્ન થાય છે અને તિય ચત્તુ જીવન ભાગવે છે. અહીં તિય ચ શબ્દથી જળચર, ખેચર અને ભૂચર એ તિયાઁ ચેા જ નહિ પણ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસ'ની ૫'ચે ન્દ્રિય જીવા પણ સમજવા, નરકનાં આયુષ્યને કારણે જીવ નરકમાં ઉત્પન્ન થાય છે અને નારકીનુ જીવન ભાગવે છે.
દેવ, મનુષ્ય અને તિય`ચને પેાતાનું જીવન પ્રિય હાય છે, તેથી એ ત્રણે પ્રકારનું આયુષ્ય શુભ સમજવુ. નારકીના જીવા મચ્છુને વાંછે છે, માટે તેનું આયુષ્ય અશુભ સમજવું.
તમે કહેશે કે એમ તા મનુષ્યમાં પણ ઘણા મરણને ઇચ્છે છે તેા એ આયુષ્યને અશુભ કેમ ન સમજવુ ?' પણ મનુષ્યમાં મરણુને ઇચ્છનારા બહુ જ થાડા હાય છે અને તે પણ દુ:ખી દશામાં, દુઃખનો નાશ થતાં અને સુખના સમય આવતાં એ વિચાર પણ પલટાઇ જાય છે, એટલે તેમને જીવન અતિ પ્રિય છે. નારકી જીવાને તે જીવવું જ ગમતું નથી.