________________
આત્મતત્વવિચાર
સદ્ગુરુ તે પોતે પણ તરે અને શિષ્યને પણ તારે. તે શિષ્યનું અહિત થાય એ ઉપદેશ કે આદેશ કદી પણ કરે નહિ, માટે ત્યાગી અને નિસ્પૃહી ગુરુ બળીને તેમની તન, મન અને ધનથી ખૂબ સેવા કરી પિતાનું કલ્યાણ કરવું.
અમે તમને કર્મનું સ્વરૂપ સમજાવી રહ્યા છીએ, તે તમારું હિત થાય એટલા માટે જ સમજાવી રહ્યા છીએ. આજ સુધીમાં કર્મોએ તમારું ખૂબ ખૂબ અહિત કર્યું છે, નુકશાન કર્યું છે, છતાં તમે એની દેતી છોડતા નથી! “નાદાનકી દસ્તી જાનકા ખતરા” એ કહેવત તમે સાંભળી હશે, પરંતુ નાદાન દોસ્તની સબત છોડો છો કયાં? અમે તમારી એ દોસ્તી છોડાવવા ઈચ્છીએ છીએ અને તેથી જ તેની દુષ્ટ પ્રકૃતિથી-દુષ્ટ સ્વભાવથી તમને વાકેફ કરી રહ્યા છીએ.
જેના લીધે આત્માનાં મૂળ ગુણરૂપ ચારિત્રને રોષ થાય તે ચારિત્રમોહનીય કર્મ કહેવાય. એક વસ્તુ સમજવા છતાં આચરણમાં મૂકી શકાતી નથી, એટલે માનવું પડશે કે ચારિત્રને રાધ કરનારી કોઈ વસ્તુ છે.
ચારિત્રમોહનીય કર્મની કુલ ૨૫ પ્રકૃતિઓ છે, તેમાં ૧૬ પ્રકૃતિ “કષાય” કહેવાય છે અને ૯ પ્રકૃતિઓ નોકષાય” કહેવાય છે. તેમાં દર્શનમોહનીય કર્મની