________________
ખાઠ કમાં
ચેલે હોશિયાર હતો. તેણે શેરડીના દશબાર સારા સોઢા ઉખેડી લીધા હતા અને કકડા કરી નાખ્યા હતા. તે બધા કોથળામાં ભરી રહ્યો હતો. એ કામ પૂરું થાય કે તરત બહાર નીકળવાની તેની ધારણા હતી. પણ અહીં ગુરુજની ધીરજનો અંત આવ્યો હતો, એટલે તેમણે એક વિશેષ પંક્તિ લલકારી રામ નામ કે રટ કર ચલે, ટ૫ જા પરલી ક્યારી. ”
આ શબ્દોમાં ખેડૂતને એવો બાધ થયો હતો કે “મારા પ્યારાઓ! તમે રામનું નામ લઈને સંસારને પેલી પાર પહોંચી જાઓ.” અને શિષ્યને એવી ચેતવણી હતી કે “હવે જોખમ બહુ વધી ગયું છે, માટે રામનું નામ લેતે પેલી બાજુની કયારીથી તું બહાર નીકળી જા. આ તરફ આવીશ તે ખેડૂતેની નજરે પડીશ.”
આ વખતે શિષ્ય પોતાનું કામ પૂરું કર્યું હતું. એટલે તે કોથળે લઈને બીજી બાજુના ખેતરમાંથી બહાર નીકળ્યો. બાવાજીએ તેને જોતાં જ છૂટકારાને દમ ખેંચે અને આગળ ચાલવા માંડયું. ખેડુતે તે ભજન સાંભળવામાં એવા લીન થઈ ગયા હતા કે તેમને ખરેખર શું બની ગયું, તેને કંઈ પણ ખ્યાલ આવ્યો ન હતો.
પરંતુ આ રીતે ચોરી કરનાર તથા કરાવનારની ગતિ કેવી થવાની ?