________________
આત્મતત્વવિચાર
આફતમાંથી ઉગારી લેવાનો પ્રયત્ન આદર્યો. તેમણે ભજનને આગળ લંબાવ્યું
ચરમદાસકી માર પગી, પૂજા હોશી થારી.”
આથી ખેડુતને એમ કહ્યું કે “જો તમે સંતસમાગમ નહિ કરો તે જનાવરોને અવતાર ધારણ કર પડશે અને ચાબૂક-પરાણા વગેરેને માર ખાવો પડશે.” અને શિષ્યને ચેતવણી આપી કે “હવે તે વધારે વાર કરીશ તે ખેડુતે આવી પહોંચશે અને તને પરોણાને માર મારશે તથા તારી બીજી રીતે પૂજા (?) કરશે.”
બાવાજીનાં મનમાં એમ કે આ શબ્દો સાંભળતાં જ ચેલે બધી પરિસ્થિતિ સમજી જશે અને વાઢમાંથી જલ્દી બહાર આવી જશે, પણ ચેલે બહાર આવ્યો નહિ, તેથી ભજનની એક પંક્તિ વિશેષ ઉચ્ચારી –
અંદર પૂજા થારી હશી, બાહિર હશી હમારી.
આ શોથી ખેડુતને એ બોધ આપે કે “જે તમે સંતસમાગમ નહિ કરે અને પાપ નહિ છોડો તે અંદરથી તમારી પૂજા થશે. અર્થાત્ નારકી જેવા ભયંકર સ્થાનમાં પરમાધામીના હાથે મારપીટ રૂપ પૂજા થશે અને તમારી એટલે તમને ઉપદેશ ન દઈએ તે તમારા રોટલા ખાનારની બહાર એટલે તિયચ ગતિમાં તમારા જેવાને હાથે મારપીટ રૂપે પૂજા થશે. ચેલાને માટે તે એ સ્પષ્ટ ચેતવણી જ હતી કે હવે તું જરા પણ વધારે સમય લગાડીશ તે ખેડુતે આવીને તને મારશે અને તારા ગુરુ તરીકે મને પણ માર પડશે.”