________________
સાગબળ
અણધારી મુસીબતમાં ફસાઈ જાય છે અને મને શરણ થાય છે.
એ વખતે નથી થઈ શકતી અંત સમયની આરાધના કે નથી થઈ શકતું પૂર્વકૃત પાપનું પર્યાલચન. પરિણામે તેઓ દુર્ગતિના ભાગી થાય છે અને અનંતકાલ સુધી ભવભ્રમણ કરી ભયાનક દુને અનુભવ કરે છે. તેમાંથી જિન પાલિત જેવા બચી જાય છે, પણ એવા બહુ ઓછા હોય છે.
સાર્થવાહના પુત્ર યણદેવીથી મોહ પામ્યા અને તેની સાથે અનેક પ્રકારની કામક્રીડા કરવા લાગ્યા, તેમ અનેક મનુષ્ય લલનાઓના હાવભાવ કે અંગમરોડથી માહિત થાય છે અને તેમના સેવક બનીને રહે છે, તે વખતે તેઓ એમ જ સમજતા હોય છે કે આ જગતમાં સુંદરીના સમાગમ જેવું બીજું સુખ નથી પરંતુ એ સમાગમ આખરે અનેક આફતોને નેતરનારો થઈ પડે છે અને તેમનું જીવન બરબાદ કરી છે. માટે કંચન અને કામિનીના મોહને છોડો અને દષ્ટિ આત્મા તરફ રાખી તેનું કલ્યાણ કરવામાં ઉજમાળ બને.
વિશેષ અવસરે કહેવાશે.