________________
૪૨૮
આત્મતત્વવિચાર
~
~~~
જાતના પ્રયત્નો કરવા લાગી. પણ તે ચલાયમાન થયો નહિ. આખરે ૨૫ણાદેવી અત્યંત નિરાશ થઈને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ચાલી ગઈ.
સેલક યક્ષે ચંપાનગરીની બહાર આવેલાં એક મનહર ઉદ્યાનમાં પહોંચીને જિન પાલિતને પિતાની પીઠ પરથી નીચે ઉતાર્યો અને જવાની રજા માગી. જિનપાલિતે તેને ખૂબ આભાર માન્ય અને વિદાય આપી.
જિન પાલિત પિતાના ઘરે પહોંચ્યો અને બધી વાત અથથી ઇતિ સુધી કહી સંભળાવી. માતાપિતાએ જિનરક્ષિ તને ઘણો શેક કર્યો અને સગાંવહાલાંની સાથે મળીને તેની લૌકિક ક્રિયા કરી.
એક વાર પ્રભુ મહાવીર ચંપાનગરીના પૂર્ણભદ્ર ચિત્યમાં પધારતાં જિનપાલિત તેમને ઉપદેશ સાંભળવા ગયે અને વૈરાગ્ય પામી પ્રજિત થયા. અનુક્રમે તેણે અગિયાર અંગેનું અધ્યયન કર્યું અને અંત સમયે એક માસનું અનશન કરતાં સૌધર્મક૯પમાં દેવરૂપે ઉત્પન્ન થયે. ત્યાંથી
વીને મહાવિદેહક્ષેત્રમાં તે ઉત્પન્ન થશે અને સર્વ કર્મ– બંધને કાપીને સિહ, બુદ્ધ, નિરંજન થશે.
આ દુનિયામાં ઘણા મનુષ્યની સ્થિતિ સાર્થવાહના પુત્ર જેવી જ હોય છે. તેઓ ધનલાભને કાબૂમાં રાખતા નથી તથા વધારે અને વધારે ધન મળે તે માટે ગમે તેવાં સાહસ-દુસાહસે કરવા પ્રેરાય છે. આમ કરતાં તેઓ