________________
ચોગબળ
છેક જ ભૂલી ગયા? આ રીતે નિષ્ફરતા ધારણ કરીને મારો ત્યાગ શા માટે કરો છો ? કયાં ગઈ તમારી સજજનતા ? અને કયાં ગયા તમારે ને !
આ વચનેથી જિનરક્ષિત કંઈક ઢીલું પડશે, એટલે રયણાદેવીએ તેને ઉદ્દેશીને કહ્યું કે, “હું જિન પાલિતને અપ્રિય હતી અને મને પણ તે અપ્રિય હતે. પણ હે જિનશક્ષિત! તું તે મને અત્યંત પ્રિય હતું અને હું પણ તને અત્યંત પ્રિય હતી. તું મારાં વચનોની ઉપેક્ષા કેમ કરે છે? તું મને એકલી અનાથ મૂકીને કેમ ચાલ્યા જાય છે? તારા વિના હું એક ક્ષણ પણ રહી શકીશ નહિ, માટે ભલે થા અને પાછા ફર. જે મારો કંઈ અપરાધ થયો હોય તેની હું વારેવાર માફી માગું છું. એ હદયવલલભ ! તું એક વાર મારી સામે પ્રેમપૂર્ણ દષ્ટિપાત કર; જેથી તારું સુંદર મુખકમલા જોઈને મારાં સંતપ્ત મનને શાંત કરું.”
આ પ્રેમપૂર્ણ મધુર વચનોથી જિનરક્ષિતનું ચિત્ત ચલિત થઈ ગયું અને તે પ્રથમ કરતાં પણ વધારે પ્રેમથી ઋણદેવી તરફ આકર્ષિત થયે અને તેના તરફ વિકારયુક્ત દષ્ટિથી જેવા લાગ્યો. આ વસ્તુ સેલક યક્ષે પિતાના જ્ઞાન બળથી તરત જ જાણે લીધી અને તેને પોતાની પીઠ પરથી ફેંકી દીધે. તે સમુદ્રનાં અગાધ જળમાં સરકી પડે તે પહેલાં રયણાદેવીએ તેને ખડુગની અણી પર ઝીલી વીંધી નાખે.
આ રીતે જિનરક્ષિતના ભૂંડા હાલ કર્યા પછી તે જિન. પાલિતની પાછળ પડી અને તેને ચલાવવા માટે અનેક