________________
४२६
આત્મતત્વવિચારે mmm તમને ચલાયમાન કરવાને પ્રયત્ન કરશે. તે વખતે તમે ચલિત થયા અને તેના પ્રત્યે આકર્ષાયા તે તે જ ક્ષણે તમને મારી પીઠ પરથી ફેંકી દઈશ. માટે વિચાર કરીને જવાબ આપો.'
સાર્થવાહના બન્ને પુત્ર કોઈ પણ રીતે રયણાદેવીને પંજામાંથી છૂટવા માંગતા હતા, એટલે તેમણે આ શરત કબૂલ કરી. યક્ષે અશ્વનું રૂપ ધારણ કર્યું અને તેમને પીઠ પર બેસાડીને લવણસમુદ્ર ઓળંગવા લાગે.
રયણાદેવીને જાણ થઈ કે સાર્થવાહના બન્ને પુત્ર રત્ન દ્વીપ છોડીને પિતાનાં મૂળ વતન તરફ જઈ રહ્યા છે, એટલે તે અત્યંત કોપાયમાન થઈ અને હાથમાં તરવાર તથા ઢાલ લઈને તેમને પીછો કરવા લાગી. એમ કરતાં લવણસમુદ્રની મધ્યમાં તેમની પાસે આવી પહોંચી અને કહેવા લાગી કે
અરે માકંદીપુત્ર! તમે આ શું કર્યું? મારી આજ્ઞા વિના તમે રત્નદ્વીપ શા માટે છોડ્યો ? હજી ભલા થઈને મારી સાથે પાછા ફરે, નહિ તે તમારા રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખીશ.”
પરંતુ સાર્થવાહના પુત્રએ તેની સામે ન જોયું, સેલક યક્ષ આગળ ને આગળ જવા લાગ્યા. આ રીતે પ્રતિકૂળ ઉપસર્ગ નિષ્ફળ જતાં રણદેવીએ અનુકુળ ઉપસર્ગ કરવાને નિર્ણય કર્યો અને તે કહેવા લાગી કે “તમે મારી સાથે અનેક વાર હાસ્ય, વિનેદ અને કુતૂહલથી ભરેલી કામક્રીડા કરી છે તથા વન-ઉપવનમાં સાથે ફર્યા છે શું એ બધું