________________
યોગબળ
www
w
આવી ન હતી. તેમણે પેલા પુરુષને પૂછ્યું : “રયણાદેવીના પંજામાંથી છૂટવાનો કોઈ ઉપાય ખરો ?” ત્યારે પેલા પુરુષે કહ્યું કે “પૂર્વદિશાના વનખંડમાં યક્ષનું એક મંદિર છે, તેમાં સેલક નામને એક યક્ષ રહે છે. તે ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રકટ થઈને બોલે છે કે, કોનું રક્ષણ કરું? કોને તારું?” ત્યારે તમે કહેજે કે
અમારું રક્ષણ કરો, અમને તારો,” હે દેવાનુપ્રિયે! તમે બને ત્યાં જાઓ અને તેની વિવિધ પ્રકારનાં પુષ્પોથી બહુમાનપૂર્વક પૂજા કરે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
બંને ભાઈઓ પૂર્વ દિશાના વનખંડમાં ગયા, ત્યાં એક મનહર વાવમાં સ્નાન કર્યું, નજીકનાં સરોવરમાંથી કમળનાં પુષ્પો ચૂંટ્યાં અને યક્ષમૂર્તિને ભાવપૂર્વક પ્રણામ કરીને તેની કમલપુપ દ્વારા પૂજા કરી, પછી તેની પર્યું પાસના કરતા સામે બેઠા. અનુક્રમે સેલક યક્ષ પ્રકટ થયા અને બોલ્યો કે કોનું રક્ષણ કરું! કોને તારું!” ત્યારે બંને ભાઈઓને કહ્યું કે “અમારું રક્ષણ કરે, અમને તારો.”
સેલક યક્ષે કહ્યું: “હે દેવાનુપ્રિયે ! તમને બચાવવાને માટે હું તૈયાર છું. પણ મારી એક વાત સાંભળી લે. હું અશ્વનું રૂપ ધારણ કરી તમને મારી પીઠ પર બેસાડીશ અને લવણસમુદ્ર ઓળંગી તમારે ક્યાં જવું છે, ત્યાં પહોંચાડી દઈશ. પરંતુ એ રીતે જ્યાં હું લવણસમુદ્રની મધ્યમાં આવીશ, ત્યાં તમારી પુંઠ પકડતી પણાદેવી આવી પહોંચશે અને પ્રતિકૂળ તથા અનુકૂળ એમ બંને પ્રકારના ઉપસર્ગો કરી