________________
૪૧૫
આત્મતત્વવિચાર
તમે માને છે કે જેમ જેમ દિવસે જાય છે, તેમ તેમ તમારી ઉંમર વધે છે અને આયુષ્ય મોટું થાય છે, પણ એ એક જાતને ભ્રમ છે. એક દિવસૈ એટલે આયુષ્ય એટલું ઘટયું. પરંતુ આ જગતમાં કેટલેક ભાષાપ્રયાગ અવળે થાય છે. - આંખમાં કંઈ રેગ થયો હોય ને તે લાલઘુમ બની જાય ત્યારે આપણે કહીએ છીએ કે “ આવી, પરંતુ ખરી રીતે તે એ જવા બેઠી છે. કોઈને પેટને દુખ થતું હોય ત્યારે જુનવાણી વિચાર પ્રમાણે લોઢાને એક સળિયે ધગધગતે ગરમ કરી તેને ડામ દેવામાં આવે છે, એને કહેવાય છે “ટાઢ દીધો.” એક માણસને બે પત્ની હેય તે એકબીજાને શક્ય માને અને બીજાની ભયંકર ઈર્ષા કરે, પણ કહેવાય ત્યારે બહેન, આ દેશમાં ગોલા નામની એક જાતિ છે, તે દળવા, ખાંડવા, ભરડવા વગેરે મહેનતમજૂરીનું કામ કરે છે, પણ કહેવાય છે રાણા. આ રીતે મારી ઉંમર વધી એમ તમે કહે છે, તે પણ એક જાતને અવળે ભાષાપ્રયોગ છે. ખરી રીતે તમારી ઉંમર વધતી નથી, પણ ઘટે છે.
એક વિદ્વાનને કોઈએ પૂછ્યું કે “કેમ ભાઈ કુશલ છે ?” એ વિદ્વાને જવાબ આપે કે “જ્યાં પ્રતિદિન આયુષ્ય ઓછું થતું હોય, ત્યાં કુશલતા કેવી ?” પણ તમને એવી કઈ ફિકર ચિંતા નથી, એટલે પિતાને કુશલ માને છે અને આયુષ્ય ઝપાટાબંધ ચાલ્યું જાય છે.