________________
કમબંધ
You
જે સોયને અગ્નિમાં મૂકી ધમવાથી તથા પછી ફૂટી કૂટીને તેનો ગઠ્ઠો કરી નાખ્યું હોય તો તે કોઈ રીતે છૂટી પડી શકતી નથી, તેમ જે કર્મબંધન અતિ ગાઢ હોય અને જેનું ફળ ભેગવ્યા વિના છૂટકો જ ન હોય, તેને નિકાચિત કર્મબંધ જાણો,
અશુભકર્મને નિકાચિવ બંધ થાય તે જીવને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડે છે. માટે તેમાંથી બચવું. હસતાં હસતાં બાંધેલાં કમેં ગમે તેટલું રોવા છતાં છૂટતાં નથી, એ વાત યાદ રાખવી. શ્રેણક મહારાજા જ્યારે ધર્મ પામ્યા ન હતા, ત્યારે તેમણે એક હરિણીને શિકાર કર્યો. હરિણી ગર્ભવતી હતી. રાજા શ્રેણિકનાં બાણથી એક સાથે બનેના પ્રાણ ચાલ્યા ગયા. રાજા શ્રેણિકે વિચાર્યું કે “હું કે પરાક્રમી ! કે બળવાન કે એક જ બાણે બનેને વીંધી નાખ્યાં.” આવા તીવ્ર અધ્યવસાયથી તેમને કમને નિકાચિત બંધ થયો અને નરકમાં અવશ્ય જવું પડયું.
અનિકાચિત કર્મબંધમાં શુભ અધ્યવસાય દ્વારા પાછળથી પરિવર્તન થઈ શકે છે, પણ નિકાચિત કર્મબંધમાં કંઈ પરિવર્તન થઈ શકતું નથી. તેથી જ જ્ઞાનીઓએ એ કર્મબંધન ન કરવા વારંવાર ચેતવણી આપી છે.
વિશેષ અવસરે કહેવાશે.